મોતના સોદાગરથી ઝેરી સાપ, પીએમ પર ટિપ્પણી કરી કોંગ્રેસે હંમેશા હાથમાં આવેલો કોળીયો ગુમાવ્યો
અમદાવાદ: આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા પીએમ મોદીને ઝેરી સાપ ગમાવવામાં આવ્યા હતા. જેના પગલે હાલ તો રાજનીતિક ગરમી વધી ચુકી છે. જો કે…
ADVERTISEMENT
અમદાવાદ: આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા પીએમ મોદીને ઝેરી સાપ ગમાવવામાં આવ્યા હતા. જેના પગલે હાલ તો રાજનીતિક ગરમી વધી ચુકી છે. જો કે પીએમ મોદી પર અનેકવાર અંગત રીતે હુમલા થઇ ચુક્યા છે. મોટા ભાગના હુમલા કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યા છે. આવી ટિપ્પણીઓના કારણે અનેક વખત કોંગ્રેસના હાથમાં આવેલો કોળીયો પણ ઝુંટવાઇ ગયો હોય તેવી પણ ઘટનાઓ બની છે. ગુજરાતના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી દ્વારા પણ વડાપ્રધાન મોદીની ઔકાત અંગે પણ ટિપ્પણી કરવામાં આવી છે. મધુસુદન મિસ્ત્રીએ ટિપ્પણી કરતા કહ્યું કે, “અમે મોદીજીને તેમને ઓકાત દેખાડી દઇશું” આ નિવેદન બેકફાયર થયું અને કોંગ્રેસને ખુબ જ સહન કરવાનો વારો આવ્યો હતો. આ અંગે પીએમ મોદીએ પણ કહ્યું હતું કે, “હું તો જનતાનો સેવક છું, મારી કોઇ ઓકાત જ નથી”
જો કે આ કોઇ પહેલી કે છેલ્લી વાર નહોતું કે પીએમ પર અંગત હુમલો કરવામાં આવ્યો હોય. અનેક ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ પર અંગત હૂમલો થઇ ચુક્યો છે. પાર્ટીના નેતાઓ પીએમને “નીચ” “મોતના સોદાગર”જેવા શબ્દોનો પણ ઉપયોગ કરી ચુક્યા છે. જો કે દર વખતે કોંગ્રેસનો દાવ હંમેશા ઉંધો પડતો દેખાયો છે.
પીએમ મોદી વ્યક્તિગત્ત ટિપ્પણીઓને હથિયાર બનાવવામાં માહેર
વડાપ્રધઆન મોદી ચૂંટણી પહેલા વ્યક્તિગત્ત ટિપ્પણી સાંભળવા અને તેમાંથી સિમ્પથી મેળવવાના માસ્ટર છે. એવા અનેક ઉદાહરણો છે જેમાં કોંગ્રેસે સીધી રીતે પીએમ મોદી પર હુમલો કર્યો,પરંતુ દરેક વખતે તેમણે સફળતા પુર્વક બાજી પલટી દીધી અને વિજયી થયા હોય. પીએમ મોદી પર હુમલો કોંગ્રેસ માટે હંમેશા નુકસાનીનો સોદો સાબિત થયો છે. તેમ છતા પણ નેતાઓ પીએમ પર અંગત હુમલો કરતા રહે છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ કહ્યા હતા મોતના સોદાગર
2007 માં જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની હતી અને રાષ્ટ્રીય મીડિયાએ કોંગ્રેસની જીતની પ્રબળ શક્યતા વ્યક્ત કરી હતી. મોદીને પહેલીવાર હરાવવા માટે સોનિયા ગાંધીએ એક મોટી ભુલ કરી હતી અને ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી પદના ઉમેદવાર નેરન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા. આ નિવેદન બેકફાયર થયું અને કોંગ્રેસના હાથમાં આવેલો કોળીયો છિનવાઇ ગયો હતો. સોનિયા ગાંધી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ હતા અને મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે મોદીએ આ નિવેદનનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને પોતાની વાકછટાના આધારે આ નિવેદન કોંગ્રેસને જ ભારે પડ્યું હતું. પીએમ મોદીએ સંસદ પર હુમલો કરનારા લોકોને બચાવવાના આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસને ભારે નુકસાન થયું અને ભાજપ સત્તામાં યથાવત્ત રહી હતી. કોંગ્રેસના હાથમાં આવેલો કોળીયો છિનવાયો હતો.
કોંગ્રેસ નેતાની નીચ વાળી કોમેન્ટ
2017 માં નેતા મણિશંકર ઐય્યરે ગત્ત ચૂંટણીમાં પરાજયથી કોઇ સીખ લીીધી નહોતી અને પીએમ મોદીને “નીચ” કહીને વ્યંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ માટે ફરી એકવાર આ શબ્દ પણ ભુલ સાબિત થયો હતો. કારણ કે તેણે કોંગ્રેસને ગરીબ વિરોધી અને પછાત વર્ગ વિરોધી સાબિત થઇ હતી. પીએમ મોદીએ આ શબ્દનો પણ હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેમને કથિત નિમ્ન વર્ગ અને પછાત જાતીઓનું ભારે સમર્થન મળ્યું હતું જે કોંગ્રેસના પરંપરાગત મતદાતાઓ માનવામાં આવે છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ નો વ્યંગ
પીએ મોદીએ “મે ભી ચોકીદાર” અભિયાન પર નિશઆન સાધતા રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારાના મુદ્દે પીએમ મોદી પર વ્યંગ કર્યો હતો અને પુછ્યું કે, તમામ “ચોરો” નું ઉપમાન મોદી કેમ છે? કોંગ્રેસ નેતાએ રાફેલ ફાઇટર જેટના સોદામાં કથિત ભ્રષ્ટાચારના મામલે પણ પીએમ મોદી સાથે જોડવામાં આવ્યો હતો. ચોકીદાર ચોર હેનો નારો આપ્યો હતો.
ADVERTISEMENT
તમામ મોદી ચોર કેમ હોય છે
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો ચાલી રહ્યા છે. દેશા નાણા લઇ જનારા લોકોમાં મોટા ભાગના લોકો એક ચોક્કસ અટકના જ હોય છે. નીરવ મોદી, લલિત મોદી સહિતના લોકો પર નિશાન સાધી રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગુજરાતના એક ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં દોષિત સિદ્ધ થતા રાહુલ ગાંધીએ પોતાનું સાંસદ પદ પણ ગુમાવવું પડ્યું હતું.
ખડગેએ હવે ઝેરી સાપ ગણાવ્યા
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, અમે જોઈશું કે તેમણે શું આપ્યું છે. જલદી તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થયો હતો, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો મતલબ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે તેને ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વડાપ્રધાન મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT