કોંગ્રેસને AAP કરતા પણ ઓછું ડોનેશન મળ્યું, 72 ટકા તો માત્ર ભાજપને જ મળ્યું
નવી દિલ્હી : રાજનીતિક દળોને કેટલા નાણા મળે છે, ક્યાંથી મળે છે, કોણ આપે છે આ સવાલ હંમેશાથી વિવાદનો વિષય રહ્યા છે. જો કે Association…
ADVERTISEMENT
નવી દિલ્હી : રાજનીતિક દળોને કેટલા નાણા મળે છે, ક્યાંથી મળે છે, કોણ આપે છે આ સવાલ હંમેશાથી વિવાદનો વિષય રહ્યા છે. જો કે Association for Democratic Reforms એટલે કે ADR ના રિપોર્ટ આમાં પારદર્શીતા લાવવાનો પ્રયાસ કરે છે. એકવાર ફરીથી એડીઆર તરફથી રાજનીતિક પાર્ટીઓને મળતા ફંડ અંગે મહત્વની માહિતી શેર કરવામાં આવી. મળતી માહિતી અનુસાર આ વખતે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને સૌથી વધારે નાણા મળે છે, બીજી તરફ કોંગ્રેસનું ડોનેશન તો આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી કરતા પણ ઓછું છે.
તમારા ખાનદાનમાં કોઇએ CM સાથે વાત કરી છે? દિવ્યાંગ યુવક સાથે મુખ્યમંત્રીની ગેરવર્તણુંક
આંકડાઓ અનુસાર ભાજપને 351 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું
આંકડાઓ અનુસાર ભાજપને 351.50 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. તમામ પાર્ટીઓને મળેલું કુલ ડોનેશન 487.09 કરોડ રૂપિયા છે. તેવામાં માત્ર ભાજપને જ 72 ટકા નાણા મળ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો તેણે આ વર્ષે માત્ર 18.44 કરોડ રૂપિયા ડોનેશનમાં મળ્યા છે. તેના કરતા વધારે સપાને 27 કરોડ અને આમ આદમી પાર્ટીને 21.12 કરોડ મળ્યા છે. TRS ને આ વર્ષે 40 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. બીજી તરફ YSR કોંગ્રેસને 20 કરોડ મળ્યા છે. અન્ય પાર્ટીઓમાં અકાલીને 7 કરો઼, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીને 1 કરોડ, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ડીએમકેનો 50 લાખ રૂપિયા મળ્યા છે.
ભારતમાંથી ચીની જાસુસની ધરપકડ, દલાઇ લામા વિરુદ્ધ મોટા ષડયંત્રનો પર્દાફાશ
તમામ પાર્ટીઓનાં ટોટલ ફંડ કરતા અઢી ગણું માત્ર ભાજપને મળ્યું
હવે આ આંકડા પરથી માહિતી મળે છે કે, ભાજપને જેટલું ડોનેશન મળ્યું તે અન્ય તમામ 9 પાર્ટીઓને મળેલા કુલ ડોનેશન કરતા અઢી ગણું છે. જ્યારે કોંગ્રેસની તુલનાએ ભાજપને 19 ટકા વધારે ફંડ મળ્યું છે. એડીઆરના રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, ઇલેક્ટોરલ ટ્રસ્ટને જેટલું ડોનેશન મળ્યું હતું, તેની તરફથી 99.99 ટકા તમામ પાર્ટીઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યા. રિપોર્ટ પરથી તે પણ સામે આવ્યું કે, સૌથી વધારે ડોનેશન આર્સેલર નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવ્યા. આ કંપનીએ 70 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. બીજા નંબર પર આર્સેલર મિત્તલ ડિઝાઇન છે. જેણે 60 કરોડ રૂપિયા આપ્યા છે. ભારતી એરટેલે 51 કરોડ રૂપિયા આપ્યા છે. મળતી માહિતી અનુસાર ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક એવું સંગઠન છે. જેને કોર્પોરેટ અને બીજી કંપનીઓ પાસેથી ફંડ મળે છે ત્યાર બાદ આ ટ્રસ્ટ અન્ય પાર્ટીઓને ફંડ વહેંચવાનું કામ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT