કોંગ્રેસે અધિકારીક રીતે હર્ષદ રિબડિયાને ગદ્દાર ગણાવ્યા, રાતોરાત પ્રમુખ બદલી દેવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : જિલ્લામાં હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે. દશેરાએ મીઠાઈ ખાવાને બદલે ખરખરો કરતા હોય એવા માહોલ વચ્ચે ખાસ મીટિંગ યોજાઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશથી રાત્રે 12 વાગે જ નવા પ્રમુખની વરણી આજે જ કરી દેવાનો આદેશ અપાયો હતો. કોંગ્રેસ ભવનમાં હર્ષદ રિબડિયાના ફોટો પર કાગળ લગાડી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેનરમાં હર્ષદ રિબડિયાના નામ આગળ ગદ્દાર લખવામાં આવ્યું હતું.

જૂનાગઢના તમામ આગેવાનોની તત્કાલ બેઠક અને તત્કાલ નવા પ્રમુખની નિમણુંક
આજે 12 વાગે ધારાસભ્ય ભીખા ગલા જોશી, શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રભારી હરી ભાઈ જોટવા સહિતના આગેવાનોની હાજરીમાં એક ખાસ મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ તાલુકા પ્રભારી, જિલ્લા પ્રભારી, જિલ્લા પંચાયતના વિપક્ષ પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરની બેઠકને લઈ નવા પ્રમુખ ભરત આંબલીયા નિમણુંક કરવામાં આવી હતી. વિસાવદર માટે કરશન વાડોદરિયા,ભરત વિરડિયા અને ભાવેશ ત્રાપસિયા ત્રણ દાવેદારોમાંથી કોઈપણને ટિકિટ આપવામાં આવશે તો જીત અપાવ માટેની બાહેધરી અપાઇ હતી.

હર્ષદ રિબડિયાના જવાથી કોંગ્રેસને કોઇ ફરક નથી પડતો
આ અંગે શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રભારી હીરા જોટ્વા, ભીખા જોશી, કરશન વાડોદરિયાએ કહ્યું કે, હર્ષદ રિબડિયાના જવાથી કોઈ નુકસાન નહિ થાય. ભાજપમાં જોડાયા પણ ફાવ્યા નથી. કોંગ્રેસ પાર્ટી નેતા બનાવે છે. ભાજપ નેતાઓને ભોંયરામાં નાખી દે છે. પૈસા માટે પાર્ટી બદલી,ખેડૂતોના નેતા હોવાનો ડોળ કરનાર હર્ષદ રિબડિયા હવે ખેડૂતોની જ શોષક પાર્ટી કોંગ્રેસમાં શા માટે જોડાયા? કોંગ્રેસ છોડી ખેડૂતોની શોષક પાર્ટી ભાજપમાં જોડાયા.પ્રજા કે ખેડૂતો ક્યારે પણ માફ નહી કરે.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લાની તમામ બેઠકો કોંગ્રેસ કબજે કરશે
2017 માં ચુંટણીના પરિણામોમાં જૂનાગઢની પાંચમાંથી 4 બેઠકો કોંગ્રેસમાં હતી. જેમાં જવાહર ચાવડા અને હર્ષદ રિબડિયા ભાજપમાં જતાં કહી શકાય કે, કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભાજપને જૂનાગઢની બેઠકો જીતવા તનતોડ મહેનત કરવી પડે છે. પ્રજાપાર્ટી બદલુંઓને સ્વીકારતી નથીએ પણ એટલું જ સાબિત થયું છે. જવાહર ભાઈ માત્ર 30000 ના બદલે 6 હજાર મતે જીત્યા હતા. હવે હર્ષદ રીબડિયાને ટિકિટ મળે તો એ જીતે કે કેમ એ જોવું જ રહ્યું. કારણ કે હરી ભાઈ જોટ્વાવાએ કહ્યુ કે, હર્ષદ રિબડીયા હારતા હતા તેથી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT