'ગુજરાત કોંગ્રેસમાં ખામીઓ, અહીં બે પ્રકારના ઘોડા...', રાહુલ ગાંધીનું મોટું નિવેદન
આજે (6 જુલાઈ) લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
Rahul Gandhi Ahmedabad Visit : આજે (6 જુલાઈ) લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં રાહુલ ગાંધીએ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો સાથે મુલાકાત કરી. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં પાર્ટી કાર્યકર્તાઓને પણ મળ્યા. બજરંગ દળે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતનો વિરોધ કરાયો હતો. કારણ કે, તેઓ લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને લઈને આપેલા નિવેદનથી નારાજ છે.
ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા : રાહુલ ગાંધી
અમદાવાદમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની ખામીઓ વિશે પણ વાત કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'તેમણે જે રીતે અમારી ઓફિસ તોડી છે, અમે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છીએ. ગુજરાત કોંગ્રેસમાં ખામીઓ છે. અહીં બે પ્રકારના ઘોડા છે. એકનો ઉપયોગ રેસિંગ માટે થાય છે અને બીજાનો ઉપયોગ લગ્ન માટે કરવામાં આવે છે. કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે. ગત ચૂંટણીમાં આપણે ભાજપ સામે યોગ્ય રીતે ચૂંટણી ન લડી. 2017માં ત્રણ મહિના માટે કામ કર્યું હતું જેનું પરિણામ સારું મળ્યું હતું. હવે આપણી પાસે ત્રણ વર્ષ છે. આપણે ફિનિશિંગ લાઈનને પાછળ છોડી દઈશું. તમે 30 વર્ષ બાદ ગુજરાત જીતવાના છો. હવે હું અને મારી બહેન તમારી સાથે ઊભા છીએ.'
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગરીબ વ્યક્તિ ન જોવા મળ્યા : રાહુલ ગાંધી
તેમણે કહ્યું, 'ભાજપનું સમગ્ર આંદોલન રામ મંદિર, અયોધ્યા માટે હતું. તે અડવાણીજીએ શરૂ કર્યું હતું, રથયાત્રા કરવામાં આવી હતી. કહેવાય છે કે નરેન્દ્ર મોદીજીએ તે રથયાત્રામાં અડવાણીજીની મદદ કરી હતી. હું સંસદમાં વિચારતો હતો કે તેમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને તેમાં અદાણી-અંબાણીજી જોવા મળ્યા પરંતુ ગરીબ વ્યક્તિ ન બતાયા. સંસદમાં મેં અયોધ્યાના સાંસદને પૂછ્યું કે આ ભાજપે પોતાની સંપૂર્ણ રાજનીતિ ચૂંટણી પહેલા તેમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પરંતુ ઈન્ડિયા ગઠબંધન અયોધ્યામાં ચૂંટણી જીતી ગયું, આ શું થયું?'
ADVERTISEMENT
આ પણ વાંચો- 'અયોધ્યાની જેમ અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું', BJPના ગઢમાં Rahul Gandhi નો હુંકાર
ADVERTISEMENT
અયોધ્યાવાસીઓને હજુ સુધી નથી મળ્યું વળતર : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, રાહુલ જી, મને ખબર પડી ગઈ હતી કે હું અયોધ્યાથી ચૂંટણી લડવાનો છું અને જીતીશ પણ. અયોધ્યાના લોકો મને કહેતા હતા કે અયોધ્યામાં મંદિર બનાવવા માટે અમારી જમીન લેવામાં આવી હતી, ઘણી દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને સરકારે આજ સુધી લોકોને વળતર આપ્યું નથી. જ્યારે અયોધ્યામાં મોટું એરપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે અયોધ્યાના ખેડૂતોની જમીન જતી રહી, જેનું વળતર આજદિન સુધી ખેડૂતોને મળ્યું નથી. અયોધ્યાના અભિષેકમાં અયોધ્યાવાસીઓ જ સામેલ ન હતા.'
ADVERTISEMENT
ADVERTISEMENT