Congress ના ધારાસભ્યની સરકારને ખુલ્લી ચેલેન્જ, તો…ભાજપમાં જવા પણ તૈયાર, વિધાનસભા કેમ લાગે છે મહાભારત જેવી?
ગાંધીનગર: ગુજરાત વિધાનનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 15 મી વિધાનસભામાં કોઈ પક્ષ વિપક્ષની ભૂમિકામાં નથી. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 15 મી વિધાનસભામાં કોઈ પક્ષ વિપક્ષની ભૂમિકામાં નથી. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે બજેટ પરની ચર્ચા દરમિયાન સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો . નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ.
એક તરફ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. આ દરમિયાન ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મેળવી છે.આ દરમિયાન 15 મી વિધાનસભાના પ્રથમ બજેટ સત્રમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો . નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.
બટાકાના પ્રશ્ને ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો સવાલ
બટાકાના ભાવ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજાર માં બટાકા 20 રૂપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતો 2-3 રૂપિયે કિલો બટાકા વેચી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતના ભાવ વચ્ચેનો ગેપ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો: Ambaji: મોહનથાળ મુદ્દે ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું કહ્યું, ભગવાન પહેલા પક્ષ પછી
જાણો શું કહ્યું નાણાં મંત્રીએ
ખેડૂતો માટે સરકારના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે, રાજ્યના ખેડૂતો માટે વિશેષ સહાય કરે એ જરૂરી છે. બટાકામાં થતા 12 પ્રકારના ખર્ચનું સરકાર વળતર આપે. ખેડૂતોની ડબલ આવક કરવાની વાત કરીએ છીએ તો યોગ્ય ભાવ પણ આપો. ગેનીબેનના સવાલોને લઈ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જવાબ આપતાં કહ્યું, સામાન્ય કરતા આ વર્ષે બટાકાના વધારે ઉત્પાદનની શક્યતા છે. બટાકાના ભાવમાં ઘટાડો અટકાવવા સરકારે પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં જતા બટાકાનો યોગ્ય લાભ આપવા સહાય જાહેર કરી છે.
ADVERTISEMENT
ડો સીજે ચાવડાને મહાભારત આવી યાદ
કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ મહાભારતને યાદ કરીને વ્યથા ઠાલવી હતી. વિધાનસભામાં ડો સીજે ચાવડાએ કહ્યું કે, વિધાનસભામાં મહાભારત જેવું લાગે છે. વિધાનસભામાં મહાભારતની જેમ કોની સામે લડવાનું. શાસક પક્ષમાં પણ રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, સીકે રાઉલજી, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ સહીત અનેક નેતા કોંગ્રેસી છે. આ તો ધર્મની લડાઈ છે એટલે લડવી તો પડે. આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે. મારે કોની સામે લડવું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT