ચોરવાડના યુવકના આપઘાત મામલે વિમલ ચુડાસમા મુશ્કેલી વધી, FSL રિપોર્ટમાં શું ખુલાસો થયો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh News: જૂનાગઢના ચોરવાડમાં આવેલા ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોનાં નામ લખીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના પર વિમલ ચુડાસમાએ યુવકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારે યુવકના FSL રિપોર્ટમાં બીજો જ ખુલાસો થયો છે. જે મુજબ યુવકે આપઘાત કર્યો હતો. આ બાદ વિમલ ચુડાસમાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

FSL રિપોર્ટમાં આપઘાત થયાનો ખુલાસો

નીતિન પરમાર નામના યુવકના FSL રિપોર્ટ વિશે માહિતી આપતા DySP કોડીયાતરે કહ્યું કે, FSL રિપોર્ટમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મૃત્યુ થયાનું ખૂલ્યું છે. યુવકે પત્નીને સુસાઈડ નોટ લખીને વોટ્સએપ કરી હતી અને વીડિયો કોલ પણ કર્યો હતો. હાલમાં પોલીસ મૃતક યુવક અને તેની પત્ની બંનેનો મોબાઈલ કબ્જો કર્યો છે.

વિમલ ચુડાસમા સામે કાર્યવાહી થશે?

FSL રિપોર્ટ આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓ વધી છે. કારણ કે તેમના માસીયાઈ ભાઈ નીતિન પરમારે સુસાઈડ નોટમાં તેમનું પણ નામ લખ્યું હતું. એવામાં આગામી દિવસોમાં તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

ADVERTISEMENT

નીતિન પરમારે 3 લોકો વિરુદ્ધ લખી હતી સુસાઈડ નોટ

સુસાઇડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડામસા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના ત્રાસથી જ કંટાળીને આપઘાત કરી રહ્યો હોવાનું પણ કહ્યું હતું. MLA સહિત કુલ 3 લોકો તેને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. 1. વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય) 2. મનુભાઇ મકન કવા (રહે.પ્રાચી) 3. ભનુ મકન કવા (રહે.પ્રાચી) ત્રણેયને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે તેવો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો.

વિમલ ચુડાસમાએ સમગ્ર આક્ષેપોને ફગાવી દીધા

જો કે આ અંગે વિમલ ચુડાસમાએ આ સમગ્ર આક્ષેપોને ભગાવી દીધા હતા. તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા. આ ઉપરાંત મૃત વિમલ ચુડાસમાનો જ માસીયાઇ ભાઇ હોવાનું સામે આવ્યું છે. જો કે બંન્ને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાના કારણે બંન્ને પરિવારો વચ્ચે કોઇ વ્યવહાર નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિમલ ચુડાસમા સાથે એક કેસમાં નિતિન પરમાર પણ સાથે હોવાનું સામે આવ્યું છે. વિમલ સાથે સંબંધો કપાયા બાદ નિતિન પરમાર સાંસદ રાજેશ ચુડાસમા સાથે સંકળાયેલો હતો.

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT