કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓ ગુમ, ગાડી ખાડામાંથી મળી આવી, રાહુલ ગાંધી-જિજ્ઞેશ મેવાણીના BJP પર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન થાય તે પહેલાની રાતને કતલની રાત કહેવામાં આવતી હોય છે. જો કે આ સાચા અર્થમાં નાટ્યાત્મક રાત રહી હતી. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોડી રાત્રે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર ભાજપના ઉમેદવાર અને તેના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમની ગાડીને આંતરિને તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગાડી પલટી મારી ગઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર કાંતિખરાડી ગુમ થઇ ગયા હતા. આ ઉપરાંત તેમની સાથે રહેલા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પણ ગુમ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ ટ્વીટ બાદ મોડી રાત્રે રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. કાંતિ ખરાડી મોડી રાત્રે અચાનક ગુમ થઇ ગયા છે. તેમનો હજી સુધી કોઇ અતોપતો નથી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના ગુંડા નેતાઓએ અમારા નેતાને ઢોર માર માર્યા બાદ તેનું અપહરણ કરી લીધું છે.

ADVERTISEMENT

દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. કાંતિ ખરાડી સાથે દાંતા કોંગ્રેસ પ્રમુખ પણ છે. જો કે બંન્નોનો મોબાઇલ સ્વિચઓફ આવી રહ્યો છે. પોલીસનો કાફલો બામોદર પણ પહોંચ્યો હતો જ્યાં તેમની ગાડી પર હુમલો થયો હતો. જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક તથ્ય સામે નથી આવી રહ્યા.

ADVERTISEMENT

બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર આરોપ લગાવાયો હતો. કોંગ્રેસનો આરોપ હતો કે, ભાજપના નેતા તથા ધારાસભ્યપદના ભાજપના ઉમેદવાર લઘુભાઇ પારઘી દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદના ઉમેદવાર કાંતિ ખરાડી અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો પણ સમાવેશ થાય છે. તેઓ ભાગી રહ્યાહતા ત્યારે ભાજપના ગુંડાઓએ તેમની ગાડીને ટક્કર મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ બચી જતા બંન્નેનું અપહરણ કરીને મધરાતે કોઇ અજ્ઞાત સ્થળે લઇ ગયા છે. જો કે આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટી નથી. માત્ર કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT