વધુ એક કોંગ્રેસી MLA ભાજપમાં જવાની તૈયારીમાં? ગેનીબેને સરકારના ભરપેટ વખાણ કર્યા, જુઓ VIDEO
ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાત કોંગ્રેસના એકબાદ એક નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક ધારાસભ્યએ ભાજપના વખાણ કર્યા છે. ત્યારે…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠા: ગુજરાત કોંગ્રેસના એકબાદ એક નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક ધારાસભ્યએ ભાજપના વખાણ કર્યા છે. ત્યારે ફરીથી આ પ્રકારની અટકળો તેજ બની છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાલમાં જ નડેશ્વરી માતાજીના 37મા પાટોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકારે છેવાડાના વિસ્તારોમાં કરેલા વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા.
નડાબેટમાં ગેનીબેને કર્યા ભાજપના વખાણ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના 37મા પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. રામ નવમીના દિવસે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સીમા પર આવેલ નડાબેટ નો સરકારે વિકાસ કર્યો છે. સરકારનો લાભ ખુબ સારા પ્રમાણમા મળતા સીમા દર્શન અને નડાબેટમાં આવેલ નડેશ્વરી માતાજીના મંદિરેને દેશમાં નહી પરંતુ વિશ્વના નકશામાં સ્થાન મળ્યું છે. તેના કારણે મોટા પ્રમાણમાં લોકો અહીં આવી મુલાકાત લેશે.
સરકારના ઘેરનારા નેતાએ કર્યા સરકારના વખાણ
નોંધનીય છે કે, હર હંમેશ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં રહેતા ગેનીબેન ઠાકોરે સરકારે છેવાડાના વિસ્તારોમાં કરેલા વિકાસના કામોને વખાણ કર્યા હતા. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે શું ગેનીબેન પણ અન્ય પૂર્વ કોંગેસના નેતાની જેમ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે?
ADVERTISEMENT
ADVERTISEMENT