કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Politics: કલોલમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતમાં આજે મતદાન કરવા જઈ રહેલા સભ્યોને ગ્રામ ભારતીથી કલોલ તાલુકા પંચાયત સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં પોલીસે તેને રોકી લીધા હતા. કોંગ્રેસના સભ્યોની લક્ઝરી ભરેલી બસ રોકીને બે સભ્યોને ઉપાડી લેવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે કલોલના PSI અને તેમની ટીમ સામે આરોપ કરાયો છે.

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને વીડિયો પોસ્ટ કર્યો

કલોલમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં સભ્યોને ઉઠાવી લેવા મામલે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે, કલોલમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોને પોલીસ ઉતારીને ઉઠાવીને લઈ જઈ રહી છે કારણ કે કોંગ્રેસ પાસે બહુમતી છે. આજે વોટિંગ છે. જોઈ લો વીડિયો. તાલુકા અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટણીમાં પોલીસ કાલ રાતથી કોંગ્રેસના સદસ્યોને પરેશાન કરી રહી છે. મુખ્યમંત્રીજી જો આ હરકત બંધ ન થઈ તો આજે રાષ્ટ્રપતિ ગાંધીનગરમાં છે, તેમને આવેદન આપીશું. કલોલના સદસ્યો હોય કે સીહોરના તેમને પોલીસ કેમ પરેશાન કરી રહી છે?

ADVERTISEMENT

ગૃહની કાર્યવાહીથી કોંગ્રેસ અળગી રહી

 

આજે કલોલના કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહની કાર્યવાહીથી અળગા રહીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આજનો દિવસ ગુજરાત વિધાનસભાનો ખૂબ ગૌરવ ભર્યો દિવસ હતો. આજે ઈ-વિધાનસભાનું મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું અને અગાઉથી જ આ અંગે અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રપતિનું સન્માન કરવા માટે કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસની કાયમની આ રીત છે કે ગુજરાતનું ગૌરવ કે મહિમા થતો હોય ત્યારે ગૌરવ ખંડન કરવું અને આજે વધુ એકવાર કોંગ્રેસે ગુજરાતના ગૌરવનું ગૌરવ ખંડન કર્યું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

    follow whatsapp

    ADVERTISEMENT