Congress ને લાગી શકે છે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા ભાજપના સંપર્કમાં?
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી દરમિયાન પરિણામથી કોંગ્રેસને ફટકો પડ્યો છે. જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો એટલી બેઠાઓ પણ કોંગ્રેસ મેળવી શકી ન હતી. ત્યારે લોકસભાની ચૂંટણી…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી દરમિયાન પરિણામથી કોંગ્રેસને ફટકો પડ્યો છે. જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો એટલી બેઠાઓ પણ કોંગ્રેસ મેળવી શકી ન હતી. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડવાની તૈયારીમાં છે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગોવા રબારી ભાજપમાં જોડાઈ શકે છે.
કોંગ્રેસને વિધાનસભાની ચુંટણી દરમિયાન ભાજપે એક બાદ એક સતત ઝટકા આપવાનું શરૂ રાખ્યું હતું. ત્યારે આ દરમિયાન હવે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત બગાડવાના મૂડમાં ભાજપ હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળટી માહિતી મુજબ કોંગ્રેસના પીઢ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
જાણો કોણ છે ગોવા રબારી
છેલ્લે 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે વર્ષ 2022ની ચૂંટણીમાં ગોવા ભાઈ મેદાને નહોતા પરંતુ તેમના પુત્ર સંજય રબારી મેદાને ઉતર્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ADVERTISEMENT
કોણ પાર પડી રહ્યું છે આ ઓપરેશન ?
ગોવાભાઈ રબારી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં એક્ટિવ છે. કોંગ્રેસના પીઢ નેતાઓમાં ગોવાભાઈ રબારીની ગણતરી કરવામાં આવે છે ત્યારે હવે તે કોંગ્રેસનો સાથ છોડે તેવી સંભાવના છે. ગોવાભાઈની પાટીલ સાથે ગઈકાલે બેઠક થઇ હોવાની ભારે ચર્ચા ઉઠી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા શંકર ચૌધરી, બળવંતસિંહ રાજપૂત આ બંને નેતાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ ચર્ચાઇ રહ્યું છે.
ADVERTISEMENT