‘જૂનાગઢ જેવો તોડકાંડ રાજકોટ પોલીસમાં થઈ રહ્યો છે’, કોંગ્રેસ નેતાના આક્ષેપથી ખળભળાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • કોંગ્રેસ નેતાના રાજકોટ પોલીસ પણ ગંભીર આક્ષેપ
  • ભાજપ પોલીસ પાસે કરાવે છે ઉઘરાણુંઃ પૂર્વ ધારાસભ્ય
  • ‘સામાન્ય લોકોની ફરિયાદ નથી લેતી પોલીસ’
Rajkot News: રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ નેતાએ રાજકોટ પોલીસમાં જૂનાગઢના તોડકાંડ જેવો જ તોડકાંડ થઈ રહ્યો હોવોનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

સામાન્ય લોકોની ફરિયાદ નથી લઈ રહી પોલીસઃ પૂર્વ MLA

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ લઈ રહી નથી, પોલીસ ફક્ત એવા જ કેસમાં રસ લઈ રહી છે જેમાં તેને પૈસા મળે. ભારતીય જનતા પાર્ટી પોલીસ પાસે ઉઘરાણાનું કામ કરાવે છે. આ એક નરી વાસ્તવિકતા લોકો સમક્ષ મુકવી અમારા માટે જરૂરી લાગી એટલે આજે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

‘આજે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયા બે કિસ્સા’

તેઓએ જણાવ્યું કે, જેમની સાથે અન્યાય થયો છે, તેવા બે કિસ્સા આજે રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આવા અન્ય કિસ્સાઓ પર પોલીસ તંત્રને જાગતુ કરવા માટે રજૂ કરાશે.

‘ગૃહ વિભાગ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે’

જૂનાગઢ તોડકાંડનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું કે, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને અનફ્રીઝ કરવા માટે રાજકોટ સાયબર સેલ મોટી લાંચ વસૂલે છે. છેલ્લા 2 વર્ષમાં કેટલા એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ થયા તેની તપાસ ગૃહ વિભાગ કરે તો જૂનાગઢ કરતા મોટું કૌભાંડ બહાર આવશે.

….છતાં આરોપીઓને પકડવામાં નિષ્ફળઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

તેઓએ જણાવ્યું કે,  અનેક અરજદારોની એવી પણ ફરિયાદ છે કે તેમની સામે કોઈપણ ફરિયાદ વગર જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને પછી અનફ્રીઝ કરવા માટે મોટી લાંચ વસૂલાય છે,
રાજકોટમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાય છે, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરી છતાં પકડવામાં નિષ્ફળ છે.

આગામી દિવસોમાં ગૃહમંત્રીને કરીશું રજૂઆત

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે,  સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે FIR લેવાની છતાં પોલીસ લેતી નથી, આગળ જતાં રાજકોટ પોલીસ કમિશનર કાર્યવાહી નહીં કરે તો ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
(ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT