પાટીદારો ફરી એકવાર મેદાને, નરેશ પટેલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસે કરી મોટી વાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : હાલ ગુજરાતની રાજનીતિમાં સૌથી વધારે રહસ્યમય વ્યક્તિત્વ નરેશ પટેલ છે. નરેશ પટેલ અગાઉ સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી ચુક્યાં હતા. જો કે કેટલાક કારણોથી તેઓ રાજકારણમાં આવ્યા નહોતા. કોંગ્રેસના હાઇકમાન્ડે તેમની કેટલીક શરતો માની નહોતી જેના કારણે તેમણે આખરે પ્રશાંત કિશોરના ઇશારે જ કોંગ્રેસમાં આવવાનું માંડી વાળ્યું હતું. જો કે હવે તેઓ પડદા પાછળ રહીને કિંગમેકરની ભુમિકા ભજવવા માંગતા હોય તેવી તેમની મંશા સ્પષ્ટ થાય છે.

કોંગ્રેસનું મોવડી મંડળ નરેશ પટેલને મળવા માટે પહોંચ્યું
આજે જ કોંગ્રેસ આગેવાનોએ ખોડલધામ ખાતે કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું કે, નરેશ પટેલે અમને તમામ પ્રકારની મદદની બાંહેધરી આપી છે. રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ અને મહત્વ વધારવાના મુદ્દે ચર્ચા થઇ હતી. કોંગ્રેસના પાટીદાર સંકલન સમિતીના સભ્યોની મુલાકાતને પગલે નવી અટકળો વહેતી થઇ છે.

કિંગમેકરની ભુમિકામાં જોવા મળશે નરેશ પટેલ
જો કે હવે નરેશ પટેલ પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરવા નથી માંગતા અને તેઓ હવે ગુજરાતની રાજનીતિમાં કિંગમેકરની ભુમિકા ભજવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ દરેક પક્ષ સાથે ચર્ચાઓ કરે છે માર્ગદર્શન કરે છે. ખાસ કરીને પાટીદાર નેતાઓ સાથે તે મુલાકાત કરતા રહે છે. દરેક પક્ષના નેતાઓ પણ તેમની પાસે જાય છે. જો કે નરેશ પટેલ પોતાનું સંગઠન પણ બનાવી રહ્યા છે. જેનો તેઓ ભવિષ્યે રાજનીતિમાં પણ ઉપયોગ કરશે. હાલ તો તેઓ સામાજિક સંગઠનના નામે તેઓ પાટીદારોને એક સુત્રથી જોડવાની વાત કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT