‘1992માં ગઠબંધન બાદ કોંગ્રેસ ગામડાઓમાં ખોવાઈ ગઈ’, કોંગી નેતા AAP સાથે ગઠબંધનના વિરોધમાં
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણીને હજુ વાર છે ત્યારે INDIA ગઠબંધનની વાત મોટા પાયે થઈ હતી. પરંતુ ગુજરાતમાં સ્થિતિ કંઈક અલગ જ છે. ગુજરાત કોંગ્રેસના નેતા…
ADVERTISEMENT
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણીને હજુ વાર છે ત્યારે INDIA ગઠબંધનની વાત મોટા પાયે થઈ હતી. પરંતુ ગુજરાતમાં સ્થિતિ કંઈક અલગ જ છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ગુજરાત Tak સાથે એક્સક્લુઝિવ મુલાકાત કરી હતી. જેમાં તેમને ગઠબંધન બાબતે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન જો થાય તે કોંગ્રેસ માટે નુકસાનકારક છે.
સુખરામ રાઠવા ગઠબંધનના વિરોધમાં
સુખરામ રાઠવાએ કોંગ્રેસના ભૂતકાળમાં થયેલા ગઠબંધન બાબતે કહ્યું હતું કે, 1992માં ગઠબંધન થયું હતું ત્યારે બાદ કોંગ્રેસને નુકસાન થયું હતું. કોંગ્રેસે યુપી અને બિહારમાં જે ગઠબંધન કર્યું હતું ત્યારબાદ કોંગ્રેસ ગામડાઓમાં ખોવાઈ ગઈ છે. વધુમાં તેમણે એક દાખલો આપતા કહ્યું હતું કે, જો એક ખેતર હોય અને તેમાં જો ભાગ પડે તો બે ભાઈઓ વચ્ચે ભાગ પડે તો જમીન ઓછી થાય. આમ કહીને તેમને ગઠબંધનનો વિરોધ કર્યો હતો. સાથે એમને એમ પણ કહ્યું હતું કે, આજે ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય, મૂળ કોંગ્રેસની પેદાશો મને ટિકિટ આપતા હતા અને તે વખતે મેં ટિકિટ લીધી હોત તો હું જીત્યો હોત ને આજે મંત્રી હોત પરંતુ હું કોંગ્રેસ છોડીને નહીં જાવ.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, અમારી રાજનીતિ રાષ્ટ્રવાદી રાજનીતિ છે જ્યારે બીજેપીની રાજનીતિ અલગ છે. બીજેપીની જે રાજનીતિ છે એ હાથીના દાંત જેવી છે ખાવાના અલગ અને બતાવવાના અલગ, કરે કંઈ અને બતાવે કંઇ છે. આ ઉપરાંત તેમણે ગઠબંધનના ગેરફાયદા જણાવ્યા હતા અને કહ્યું હતું કે, ગઠબંધનથી ક્ષણિક લાભ થતા હોય છે પરંતુ તેનાથી પુરોગામી નુકસાન વધારે થતું હોય છે. જો ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન થાય તો પછી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવશે. તો તેમાં પણ જે પક્ષ સાથે ગઠબંધન થાય તેમને ભાગ પાડવો પડે. ત્યારે આજે ગઠબંધન જે છે એ ગઠબંધનથી ક્ષણિક લાભ થાય પણ આગળ જતાં નુકશાન થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT