આણંદમાં કોંગ્રેસ નેતા બુટલેગર નીકળ્યા, આંકલાવ શહેર પ્રમુખના ઘરમાં દારૂ ભરેલી પેટીઓ મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Anand News: પોલીસ સાથે ઉભેલ આ વ્યક્તિ કોઈ બુટલેગર નહીં પરંતુ કોંગ્રેસનો નેતા છે. જોકે કામતો બુટલેગરનું જ છે. કારણકે જેના ઘરેથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, તે કોંગ્રેસનો નેતા છે. સરકાર સામે સવાલ ઉઠાવનાર કોંગ્રેસ પોતાના જ નેતાઓ સામે લાચાર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ ઘટના આણંદ જિલ્લાના આંકલાવની છે કે જ્યાં આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી જ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોંગ્રેસના શહેર પ્રમુખ બુટલેગર નીકળ્યા

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ માત્ર કાગળ પર હોય તેવું જોવા મળે છે. કારણ કે, ઠેર ઠેર લાખોની સંખ્યામાં દારૂની હેરાફેરી થાય છે, દારૂ વેચાય છે, અને દારૂ પીને કેટલાય લોકો રસ્તામાં બે રોકટોક ફરતા પણ હોય છે. પરંતુ જ્યારે કોઈ પક્ષના નેતાના ઘરેથી જ દારૂનો જથ્થો ઝડપાય ત્યારે એક ચિંતાનો વિષય બની જાય છે. આણંદ જિલ્લાની આંકલાવ પોલીસ શહેરમાં દારૂ તથા જુગારની બદીઓને નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતી. અને તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આંકલાવના કેશવપુરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ રાવજીભાઈ પરમાર તથા વિશાલકુમાર રાવજીભાઈ પરમારના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે.

ADVERTISEMENT

ઘરમાં જ નીકળ્યો દારૂનો મોટો જથ્થો

જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા પોલીસને મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂની ગણતરી કરતા 107નંગ વિસ્કીની બોટલ જેની કિંમત ₹ 53,500 થાય છે અને કિંગફિશરની બીયર 500 ml ની કુલ 96 જેટલી બોટલ જેની કિંમત રૂપિયા રૂ 9,600 જેટલી થાય છે. આ જથ્થો પોલીસે ઝડપી પાડી સ્થળ પરથી મહેન્દ્ર પરમારને ઝડપી લીધો છે. સાથે જ મહેન્દ્રના ભાઇ વિશાલ પરમાર તથા બંનેને વેચવા માટે દારૂ મોકલનાર આણંદના વડોદના રૂપારેલ ગામના દીપક તળપદા આપી જતા હોવાનું સામે આવતા પોલીસે વિશાલ પરમાર તથા દીપક તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, જ્યારે પોલીસે આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે છાપો માર્યો ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ભાગવા જઈ રહ્યા હતા અને પોલીસે તેમને પકડી લીધા. મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં સૌથી વધારે દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવી રહ્યું છે. અને વાસદ હાઇવે પણ દારૂની હેરાફેરીનો સીલ્ક રૂટ બની ગયેલો છે. પોલીસ પણ આવા તત્વોને ઝડપી પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે આવા પક્ષના નેતાઓ જ જો બુટલેગર નિકળે તો બાકીની તો વાત જ શું કરવી.

ADVERTISEMENT

(હેતાલી શાહ, આણંદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT