Ahmedabad News: Congress નેતા Hitendra Pithdiaની સાયબર ક્રાઈમે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા (Hitendra Pithdiya)ની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર રામ મંદિરના પૂજારીને લઈને અપમાનજનક પોસ્ટ કરવા બદલ હિતેન્દ્ર પીઠડિયા સામે સાયબર ક્રાઈમે કાર્યવાહી કરી છે.

સાયબર ક્રાઈમની ટીમે કરી ધરપકડ

રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની સામે સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસી નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ રામ મંદિરના પૂજારીનો વાંધાજનક ફોટો શેર કર્યો હતો. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘શું આને અયોધ્યા રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યા છો?’

ADVERTISEMENT

અપમાનજનક પોસ્ટ બાદ કાર્યવાહી

રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કર્યા બાદ હિતેન્દ્ર પીઠડિયાની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT