ભરતસિંહ સોલંકીએ BJPને ગણાવી સૌથી ભ્રષ્ટ પાર્ટી, જાણો AAP અને રેવડી કલ્ચર પર શું બોલ્યા?

ADVERTISEMENT

bharatsinh solanki
bharatsinh solanki
social share
google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદ: રાજકારણમાંથી ટૂંકો બ્રેક લીધા બાદ કોંગ્રેસના (Congress) સીનિયર નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. ત્યારે રાજકારણમાંથી ટૂંકી બ્રેક બાદ ભરતસિંહ સોલંકીએ સૌપ્રથમવાર Gujarat Tak સાથે વાતચીતમાં રેવડી કલ્ચર, કોંગ્રેસની આગામી રણનીતિ તથા AAP અને BJP વિશે વાતચીત કરી હતી.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રાજકારણમાં બ્રેક જેવું કશું નથી હોતું. રાજકારણ રોકાતું નથી, તે સતત ચાલતું રહે છે. આજે હું છું કાલે કોઈ બીજું હશે. દેશની વર્તમાન સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બેરોજગારી, ગુનાખોરી તથા હેટ પોલિટિક્સ જેવા ઘણી સમસ્યાઓ છે. BJP સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. BJP અહીં માત્ર બ્રિટિશરોની જેમ લોકોના ભાગલા પાડવા માટે છે. કોંગ્રેસે દેશના લોકો માટે ઘણું કામ કર્યું છે. BJP કમિશન આધારિત પાર્ટી છે. બ્રિજ બનાવવા માટે પણ તેમણે કમિશન ફિક્સ કરેલું છે.

AAP અને રેવડી કલ્ચર મુદ્દે પણ આપી પ્રતિક્રિયા
જ્યારે આમ આદમી પાર્ટી વિશે ભરતસિંહે કહ્યું કે, AAP એન્ટી ગાંધી અને એન્ટી સરદાર પાર્ટી છે. પાર્ટી અહીં માત્ર સત્તા મેળવવા માટે આવી છે. બીજું કંઈ નહીં. આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબમાં સરકાર હશે, પરંતુ ગુજરાત તેમની ખોટા વચનોમાં આવશે નહીં. જ્યારે રેવડી કલ્ચર વિશે વાત કરતા તેમણે, બિઝનેસમેનની લોન માફી વિશે પ્રહાર કર્યો.

ADVERTISEMENT

કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ખેડૂતો(farmer) સહિત મહિલાઓને ફાયદો થાય એના માટે ખાસ ગેરન્ટીઓ આપી છે. જગદીશ ઠાકોરે કોંગ્રેસ જો ચૂંટણી જીતીને આવી તો ખેડૂતો માટે પહેલી કેબિનેટમાં જ 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવાનું વચન આપ્યું છે. આની સાથે જ તેમને 10 કલાક દિવસે વીજળી ફ્રી અપાશે તથા ખેતપેદાશોને ઓછા ભાવે ખરીદવા પર પણ પ્રતિબંધનો કાયદો લાવવાની વાત ઉચ્ચારી છે. વળી ટેકાના ભાવ પર બોનસ આપવાની વાત પણ કરી છે.

  • કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાનું બોનસ મળે એનું વચન આપ્યું છે.
  • માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવા જણાવ્યું છે.
  • ખેડૂતોના સિંચાઈ દરમાં 50 ટકા સુધીની રાહત આપવાની વાત પણ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT