વકીલોએ બિસ્માર રસ્તાઓની પૂજા કરી વિરોધ પ્રદર્શન કર્યું, ખર્ચ 101 કરોડને પાર પહોંચ્યો હોવાની માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિસાંગિયા/રાજકોટઃ ગુજરાતમાં આ સિઝનમાં જોરદાર વરસાદ વરસ્યો છે. જેને તંત્રના રસ્તા બનાવવાની પોલ ખોલી દીધી છે. તેવામાં વકીલો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મંગળવારે સિવિલ હોસ્પિટલ ચોક ના નિર્માણ કાર્યમાં થઈ રહેલી ઢીલાશ અને બિસ્માર રોડ રસ્તા ને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બિસ્માર હાલતમાં રહેલ રોડ પર કુમકુમ તિલક અને પુષ્પ દ્વારા પૂજન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ડેડલાઈન પૂરી થઈ ગઈ હોવા છતા કાર્ય પૂર્ણ નથી થયું એટલે લોકો રોષે ભરાયા છે.

હોસ્પિટલ ચોક બ્રિજના નિર્માણ કાર્યની ડેડ લાઈન 20 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. રૂપિયા 59 કરોડનો અંદાજિત ખર્ચ 101 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે નિયમિત સમયમાં સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતા વકીલોએ વિરોધ નોંધાવ્યો છે.

ADVERTISEMENT

વકીલોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમયસર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતા વકીલો સહિતના રાહદારીઓને હાલાકી પડે છે. બ્રિજના નિર્માણ કાર્ય અંતર્ગત ડાયવર્ઝનના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું. મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને 36 કરોડની લોન ચૂકવી હોવા છતાં પણ મહેસાણાની અનંતા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામ સમયસર પૂર્ણ કરવામાં નથી આવ્યું. તો બીજી તરફ રાજકોટના રામાપીર ચોકડી અને નાના મૌવા ચોકના બ્રિજની પણ સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં ત્યાંનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું.

    follow whatsapp

    ADVERTISEMENT