ગુજરાતમાં કોંગ્રેસે શરૂ કરી 'ન્યાયની લડત', આવતીકાલથી મોરબીથી ગાંધીનગર યાત્રાનો થશે પ્રારંભ
Congress Nyay Yatra: ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે આવતીકાલ (9 ઓગસ્ટ)થી કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે.
ADVERTISEMENT
Congress Nyay Yatra: ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે આવતીકાલ (9 ઓગસ્ટ)થી કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. આવતીકાલથી એટલે કે 9 ઓગસ્ટથી મોરબીના દરબાર ગઢ ખાતેથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. જે 300 કિલોમીટરનું અંતર કાપીને ગાંધીનગર ખાતે પૂર્ણ થશે.
મોરબીથી ગાંધીનગર પહોંચશે ન્યાય યાત્રા
ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી શરૂ થઈને રાજકોટ, સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસની ન્યાય યાત્રા વિશે વિગતવાર વાત કરીએ તો મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનાના સ્થળેથી ન્યાયયાત્રા શરૂ થશે. જે ન્યાય યાત્રા 11 તારીખે રાજકોટ પહોંચશે. રાજકોટ ખાતે TRP ગેમ ઝોન પાસે સંવેદના સભા યોજવામાં આવશે.
ADVERTISEMENT
દિગ્ગજ નેતાઓ રહી શકે છે હાજર
જે બાદ આ ન્યાય યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદ પહોંચશે. ત્યારબાદ અમદાવાદથી 23 તારીખે આ ન્યાય યાત્રા ગાંધીનગર પૂર્ણ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા માટે મોટા નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ સામેલ થઈ શકે છે.
ADVERTISEMENT
ભાજપ કાઢી રહી છે તિરંગા યાત્રા
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ પણ તિરંગા યાત્રા કાઢી રહી છે. જેને સફળ બનાવવાનો મોરચો ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો છે. ભાજપ સરકાર પણ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા કાઢીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT