કોંગ્રેસે જાહેર કર્યા સ્ટાર પ્રચારકોના નામઃ રાહુલ, પ્રિયંકા, કન્હૈયા સહિત જાણો કોણ કોણ ગજવશે સભાઓ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં પ્રચાર પ્રસાર ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો છે. જ્યાં ભાજપ, આપ અને એઆઈએમએમની રાષ્ટ્રીય નેતાગીરીની સતત અવરજવર છે. સ્ટાર પ્રચારકોમાં હવે કોંગ્રેસ પણ…
ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં પ્રચાર પ્રસાર ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો છે. જ્યાં ભાજપ, આપ અને એઆઈએમએમની રાષ્ટ્રીય નેતાગીરીની સતત અવરજવર છે. સ્ટાર પ્રચારકોમાં હવે કોંગ્રેસ પણ કેમ પાછી રહે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ એક શાંત અને મૌન રીતે કામ કરી રહી છે, કોંગ્રેસનું મૌન કોઈ મોટું વાદળ લઈને ન આવી જાય તેવા પણ અંદાજ લગાવાયા હતા. જોકે જે પણ હોય હાલની વાત કરીએ તો આગામી સમયમાં કોંગ્રેસે કેટલાક મોટા નેતાઓને ગુજરાતમાં સભાઓ ગજવવા આવકાર્યા છે. મતલબ કે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકો માટેના પ્લાન ઘડી કાઢ્યા છે અને આગામી સમયમાં ગુજરાતમાં કોણ કોણ સભાઓ ગજવવાનું છે તેનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
રાષ્ટ્રીય ઉપરાંત સ્થાનીક નેતાઓમાં સ્ટાર પ્રચારક કોણ કોણ?
આજે ગુજરાત કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોના નામોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના નવનીયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, ભુપેન્દા્ર બઘેલ, રમેશ ચેન્નીથાલા, દિગ્વીજય સિંહ, કમલ નાથ, ભુપેન્દ્રસિંગ હુડ્ડા, કન્હૈયા કુમાર સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત, ગુજરાતના અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના સ્થાનિક નેતાઓ પણ છે. તો આવો તેમનું સ્ટાર પ્રચારકોનું સંપૂર્ણ લિસ્ટ જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT