બિહારમાં નવા ગઠબંધનની સરકાર રચાચા ગુજરાતના આ શહેરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ
મહીસાગર: બિહારની રાજનીતિમાં મોટા ફેરફાર થયા છે. નીતિશ કુમારે NDA સાથે છેડો ફાડીને આરજેડી તથા કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો સાથે મળીને નવી સરકાર બનાવી છે.…
ADVERTISEMENT
મહીસાગર: બિહારની રાજનીતિમાં મોટા ફેરફાર થયા છે. નીતિશ કુમારે NDA સાથે છેડો ફાડીને આરજેડી તથા કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો સાથે મળીને નવી સરકાર બનાવી છે. નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે આરજેડીના નેતા તેજસ્વી યાદવને ડેપ્યુટી સી.એમ શપથ લીધા હતા. બિહારમાં રચાયેલી નવી સરકારનો આજે ગુજરાતમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
લુણાવાડામાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં આજે બિહારમાં મહાગઠબંધનની સરકાર બનતા જિલ્લા કોંગ્રેસે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. લુણાવાડા શહેરના ચાર રસ્તા ખાતે મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને સૂત્રોચ્ચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બિહારમાં 7 સહયોગીઓ સાથે મળી JDUએ સરકાર બનાવી
મહત્વનું છે કે, બિહારમાં JDUએ ભાજપ સાથે છેડો ફાડીને RJD સહિત કુલ 7 જેટલા સહયોગીઓ સાથે મળી સરકાર બનાવી. આ પહેલા મંગળવારે જ નીતિશ કુમારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપ્યું હતું. આ બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, બિહારના સંપૂર્ણ વિકાસ માટે સાત પાર્ટીઓ સાથે આવી રહી છે. જ્યારે તેજસ્વી યાદવે લોકશાહીને મજબૂત કરવા અને બિહારની જનતા સાથે ન્યાય કરવા સરકાર બનાવાતી હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેણે ઘણા રાજ્યોમાં સ્થાનિક પક્ષોને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
ભાજપને વિરોધ પ્રદર્શન કર્યું
બીજી તરફ આજે મહાગઠબંધનની સરકારના શપથગ્રહણ સમારોહ વચ્ચે ભાજપે પટણામાં ધરણા પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈન પણ જોડાયા હતા. જેમણે કહ્યું હતું કે, નીતિશજીના સાથી સારા નથી. જ્યારે પણ મળ્યા ત્યારે ક્યારેય આભાસ ન થયો કે તેઓ છોડીને જશે. લોકસભાની ચૂંટણીમાં 40 સીટ ભાજપ જ જીતશે.
(વિથ ઈનપુટ: વિરેન જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT