‘મલ્લિકાર્જુન ખડગેને સોનિયા ગાંધીએ મોદીની ઓકાત બતાવવા મોકલ્યા, જોઈએ કેવી બતાવે છે’- ખેડામાં બોલ્યા મોદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડાઃ કોંગ્રેસના ગઢ ખેડામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરા સભા યોજાઈ હતી. ખેડાની જનતામાં કોંગ્રેસનું પોપડું ઉખાડીને ભાજપને માટે મત માગવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક રીતે શબ્દ પ્રહારો કર્યા હતા. તેમણે અહીં કહ્યું કે, આ ખેડા જિલ્લો એક એવો છે જેણે કોંગ્રેસને સૌથી વધુ ઓળખી લીધો છે. જુઠાણાં ફેલાવ્યા છે આમને અને કોંગ્રેસના નેતાઓના કામ તો થઈ ગયા પણ પ્રજા ઠેરની ઠેર રહી ગઈ. કોંગ્રેસે ક્યારેય પછાત વ્યક્તિની ચિંતા નથી કરી, યુવાનોની ચિંતા કરી નથી, વિકાસ જોઈએ, રોજગારના અવસર જોઈએ અને તે માટે ભાજપે ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો આઈઆઈટી, એઈમ્સ, આઈઆઈએમ તરફ ધ્યાન કેન્દ્ર કર્યું છે.

મલ્લીકાર્જુન ખડગે મને મારી ઓકાત બતાવવા આવ્યાઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત માટે ઘણા સમય પછી સોનિયા ગાંધીનું નામ લીધું હતું. તેમણે ખડગે અંગે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય અધ્યક્ષને અહીં મોકલ્યા છે. જાહેર કરી દીધું છે કે મોદીને તેની ઓકાત બતાવી દેવાની છે. હું તો તમારામાંથી જ નીકળ્યો છું. આપણી ઓકાત કેવી બતાવે છે તે જોઈએ છીએ. આપણી તો શું ઓકાત હોય હું તો સામાન્ય માનવ છું.

ADVERTISEMENT

ઓબીસી કમિશનની માગ અમે પુરી કરીઃ મોદી
તેમણે કહ્યું કે, તમે વિચાર કરો કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઓબીસી માટે અલગ કમિશનની માગણી કરવામાં આવી, લોકો જાય, મળે, પાર્લામેન્ટમાં ભાષણો કરે પણ આટલા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું પરંતુ આપણા જેવા પછાત વર્ગના લોકોના તેમને દર્શન ન થયા. તેમને ખબર જ પડી નહીં આમની પણ કોઈ અપેક્ષા હોય. હું દિલ્હી બેઠો પછી રાષ્ટ્રીય આયોગ બનાવી દીધું અને સંવૈધાનીક અધિકાર આપી દીધા. પરંતુ સૌનો સાથ રહે અને સામાન્ય વર્ગના ગરીબ લોકો છે તેમને કોણ જુઓ. તેથી સામાન્ય વર્ગના લોકો માટે પણ આપણે દસ ટકા અનામતનું કામ આપણે કરી દીધું. સમાજમાં કોઈ પૂતળા ન બળ્યા સંઘર્ષ ન થયા. કોંગ્રેસ વાળાઓએ તેમાં પણ પથ્થરો નાખવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ કર્યા પણ સુપ્રીમ કોર્ટે પણ સિક્કો મારી દીધો અને હવે આપણે કામ શરૂ કરી દીધું છે.

    follow whatsapp

    ADVERTISEMENT