Gandhinagar News: 'સરકારી સાયકલ' માં કરોડોના કૌભાંડનો ભાંડો ફૂટ્યો? અમિત ચાવડાએ સરકારને બરોબરની ઘેરી

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ, સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 8 થી 9 ની વિદ્યાર્થીનીઓને સાયકલ મફત આપવામાં આવે છે. આ સાયકલ શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ પહોંચવા માટે આપવામાં આવે છે. જો કે, વિદ્યાર્થીની માસિક આવકનું ઉદાહરણ પણ મહત્વનું છે. અત્યાર સુધી આ યોજના હેઠળ અનેક વિદ્યાર્થીઓને સાયકલ મળી છે, પરંતુ મહત્વની વાત એ છે કે માનવ કલ્યાણની આ યોજનામાથી પણ સરકારે 10 કરોડનું કૌભાંડ કરી નાખ્યું છે. ગુજરાત અને રાજસ્થાનમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં રાજ્ય સરકારે 500 રૂપિયા વધારે ચૂકવ્યાની જાણકારી મળી રહી છે. છતાં આ બાબતે સરકાર દ્વારા કેમ કોઈ અધિકારી કે મંત્રીની સામે કાર્યવાહી ન થઈ તે પણ હવે એક સવાલ છે. 

કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ગ્રીમ્કો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વખતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, એ મુજબ બીડના ભાવ આવ્યા છે. ગુજરાતમાં રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ હોય એ બાબતે એલ્વન કંપની દ્વારા જસ્ટીફીકેશન આપવામાં આવેલ કે યોગ્ય રીતે જણાતું નથી. એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવા માટે પત્ર લખવામાં આવે છે. તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે.

સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

 10 કરોડના ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી: અમિત ચાવડા

માટે અમારો આક્ષેપ છે કે, ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલમાં થયેલા 10 કરોડના ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી આ કંપનીને ઓર્ડર આપ્યો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નવું શૈક્ષણિક વર્ષ શરુ થયે એક મહિના કરતા વધારે સમય થયો, છતાં હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી. સાયકલની ડીલીવરી જે કંપનીને આપવામાં આવી છે એની ગુણવત્તાની ચકાસણી થાય, સ્પેશીફીકેશન ગુણવત્તા ના હોય તો એ કંપની અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થાય તથા આખી પ્રક્રિયામાં વિલંબ થયો અને કોની સૂચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, એની તપાસ થાય તેવી માંગણી કરીએ છીએ. 

ADVERTISEMENT

ખેડા જિલ્લામાં 6 હજારથી વધુ સાયકલ ધૂળ ખાઈ રહી છે

આ સિવાય યોજનાની વિશે બીજી એક ચોંકાવનારી માહિતી પણ મળી રહી છે. ખેડા જિલ્લામાં 6 હજારથી વધુ સાયકલ ધૂળ ખાઈ રહી છે. જિલ્લામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ધોરણ 9માં એડમિશન લેનારી છોકરીઓને આપવામાં આવેલી સાયકલ હજુ પણ ખુલ્લા મેદાનમાં ધૂળ ખાઈ રહી છે. જે છોકરીઓ ઘરેથી શાળાએ જવા માટેના નિર્ધારિત માપદંડોમાં આવે છે તેમને સરકારી યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે. પરંતુ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામમાં 543 સાયકલ છે જ્યારે ખેડા મહેમદાવાદ મધ્યે આવેલા ગામના ખાનાગી ફાર્મ હાઉસમાં છેલ્લા ત્રણ માસથી 5500 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT