ગુજરાતમાં CET નું આયોજન, તમામ સરકારી પરીક્ષા માટ એક જ પરિક્ષાનું આયોજન
ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં એક જ કોમન એન્ટરન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. એક જ સરકારી પરીક્ષા આપો અને ઇચ્છો ત્યાં નોકરી મળો. પોલીસ વિભાગ, પંચાયત…
ADVERTISEMENT
ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં એક જ કોમન એન્ટરન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. એક જ સરકારી પરીક્ષા આપો અને ઇચ્છો ત્યાં નોકરી મળો. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે તેને જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.
CET પરિક્ષા હેઠળ તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. જેના અંતર્ગત ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.
ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીને પોતાની પ્રાયોરિટી આપવાની રહેશે. તે પ્રાયોરિટીના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આ અંગેની તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. ટુંક જ સમયમાં પેપર ફોડનારા લોકો માટે બિલની સાથે સાથે આ પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ગુજરાત સરકાર હાલ આ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય લઇ રહ્યા છે.
ADVERTISEMENT
આ ઉપરાંત વિવિધ બોર્ડ અને નિગમ ઉપરાંત નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતી ભરતીઓમાં પણ કૌભાંડ થતા હોવાના વારંવાર આક્ષેપો લાગતા રહે છે. જેના કારણે સરકાર હવે કોઇ પણ ભરતી કે પરિક્ષા કોઇ તંત્રને નહી સોંપે પરંતુ તમામ પદો પર પોતે જ ભરતી કરશે. તેને આ બોર્ડ હેઠળ આવરી લેશે. જેથી પરિક્ષામાં કોઇ પણ પ્રકારનું કૌભાંડ નિવારી શકાય.
ADVERTISEMENT