મગફળીના પાકમાં મુંડા અને સુકવો નામનો રોગ આવતા ગીર પંથકના ખેડૂતોમાં ચિંતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ અમરેલી જિલ્લા સાથે ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના ગીર કાંઠાના ગ્રામ્યમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મગફળીના પાકમાં મુંડા અને સુકવો નામનો રોગ આવતા ખેડૂતો મુંજવણમાં છે અને હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ જાય તેવી સ્થિતી બની છે. સિઝનનો સારો વરસાદ પડતાં ખેડૂતોએ મગફળીનું વાવેતર તો કર્યું છે અને બીજી બાજુ લાંબા સમયથી વરસાદ નથી જેથી સુકવા અને મુંડા નામનો રોગ આવતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. શું છે ખેડૂતોની વેદના જોઈએ આ અહેવાલમાં.

Gujarat Politics: ‘હવે ગુંદર લગાડીને ભાજપમાં ચોંટી રહેજો’, CR પાટીલની ધવલસિંહ ઝાલાને ટકોર

વરસાદ સારો પડતા હરખાયેલા ખેડૂતોને હવે ચિંતા કેમ થઈ?

વરસાદ આવતા ખેડૂતો હરખાઈ ગયા હતા અને હવે તેમને ચિંતા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેમને ચિંતા પોતાના પાકને લઈને થઈ રહી છે. અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામ એવા સરસિયા જોગીનું આંબરડી બાંઢડા જબલ ખેડૂતોએ સિઝનનો સારો વરસસદ પડતા કુલ 70 હજાર હેકટરમાં બધા પાકોનું વાવેતર કર્યું છે. જે પૈકી 31 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કર્યું છે અને આ વર્ષે સારી ઉપજ આવશે એ ખેડૂતોમાં હરખ હતો અને સિઝનનો સારો વરસાદતો પડ્યો તેથી વાવેતર પણ કરી દીધું ત્યારે ખેડૂતોને ચિંતાઓ તો સેવાઇ રહી હતી તેવામાં મગફળીના વાવેતરમાં મુંડા નામની જીવાત આવી અને સુકવો નામનો રોગ આવતા ખેડૂતને પાક નિષફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળશે તો?

ત્યારે ખેડૂતોએ રાત દિવસ કરેલી મહેનત ઉપર ધારી પંથકના ખેડૂતોને પાણી ફરિવળ્યું છે. કરેલી વાવણીના પાકમાં કોઈજ ઉપજ મેળવી શકાય એવી સ્થિતિ નથી. રાત દિવસ 3 મહિના કરેલી મહેનત અને હવે એક મહિનામાં કોઈ વળતર મળવાની આશાઓ નથી ત્યાં હવે પાક નિષફળ ગયો છે. અનેક દવાઓના છંટકાવો કર્યા પણ મુંડા-સુકવા નામનો રોગ રોકાતો નથી અને પાકને નષ્ટ કરી રહ્યો છે. 3 મહિના મહેનત કરી છે અને એક મહિનામાં કઈ વળતર મળી શકે તેવી સ્થિતિ નથી. જો સરકાર દ્વારા વળતર મળશે તો ખેડૂતોએ કરેલી રાત દિવસની મહેનત અને દવાઓના ખર્ચાથી થોડી રાહત મળશે પરંતુ ભાગીયું રાખીને વાવેતર કરતા ખેડૂતોને શું મુશ્કેલી થશે એ વેદના જાણીએ. આ અંગે ગુજરાત તક દ્વારા ખેડૂત પરસોતમ કથીરીયા, જયસુખ ઠુમ્મર, શૈલેશ બારૈયા અને ભુપેન્દ્રભાઈ ખુમાણ સાથે વાત કરીને સ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આવો જોઈએ તેઓ શું કહે છે.

ADVERTISEMENT

ખેડૂતને આજે મજૂરી મળે એવી સ્થિતિ નથી, ત્યારે મુંડા નામનો રોગ મગફળીના છોડમાં આગળ આગળ વધતો જાય છે અને છોડને નષ્ટ કરી રહ્યો છે. મુંડા-સુકવા નામનો રોગ ખેડૂતોની તો ઠીક પરંતુ ખેત મજૂરોની પણ મુશ્કેલી વધારી છે ત્યારે શું જણાવે છે ખેતીવાડી અધિકારી. કે.આર.પટેલ (ખેતીવાડી અધિકારી-ધારી) આવો જાણીએ.

    follow whatsapp

    ADVERTISEMENT