સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ પર નોંધાઇ ફરીયાદ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી, મહીસાગર: જંગલની જમીનપરના છાપરાની તોડફોડ કરી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલનાર સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે. જોકે આ ઘટનામાં પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ત્યારે વકીલ મારફતે મહીસાગરના એડી. સેસન્સ જજ સમક્ષ ક્રિમીનલ ઈન્કવાયરી દાખલ કરતાં કોર્ટે ઈન્કવાયરી કરાવતાં એડી સેસન્સ જજે લુણાવાડા દ્વારા આરોપીઓ સામે ગુનો નોધવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

વન વિભાગના ઉપલા અધિકારીને જાણ કર્યા વગર બારોબાર કર્મચારીઓ દ્વારા અનુસૂચિત જાતિના ઈસમોને હેરાન કરનાર 15 જેટલા વનવિભાગના કર્મચારી સામે એટરોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પૂરાવાના આધારે લુણાવાડા સેસન્સ કોર્ટ દ્વારા આરોપી સામે ગુનો નોંધવા કર્યો આદેશ જેના પગલે સનતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

વન કર્મીએ માંગ્યા પૈસા
મોટા ઓરા ગામે જંગલની જમીન 1980 પહેલાંથી ખેડતા હતા . આ દરમિયાન કાન્તીભાઈ ગલાભાઈનો 50 વર્ષ ઉપરાંતનો કબજો ધ્યાને લઈ સરકારના પરીપત્ર મુજબ જમીનની ફાળવણી કરી સનદ ઈસ્યુ કરી હતી. ત્યારથી વાલ્મીકીના છાપરાં તે જંગલની જમીનમાં હતા. જંગલની જમીનમાં છાપરૂ હોવા બાબતે રામર્ભમ બીટના બીટગાર્ડ રવિભાણ , ખાંટ અરવિંદભાઈ , મણીલાલ પુંજાભાઈ , લેડી બીટગાર્ડ તથા બીજા 10 જેટલા ફોરેસ્ટના બીટગાર્ડ તેમજ અધિકારીઓએ 29 મી ડિસેમ્બર 2022 ના રોજ સ્થળ પર આવી જણાવેલ કે ‘ તારે આ જગ્યાએ છાપરૂ રાખવુ હોય તો રૂા વીસ હજાર આપવા પડશે. તે રકમ નહી આપે તો તારૂ છાપરૂ તોડી નાખીશ.

ADVERTISEMENT

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પોલીસે ગુનો ન નોંધ્યો
આ દરમિયાન પૈસા નહી આપીને સનદ બતાવવા છતાં બીડગાર્ડોએ જાતિ વિષયક અપમાનીત શબ્દો બોલ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદે છાપરૂ તોડી નાખી ખાનગી વાહનમાં માલ સામાન ભરી લઈ જઈ ગુનો કર્યો હતો. તે બાબતની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ પોલીસે ગુનો નોંધ્યો ન હતો. ત્યારે વકીલ મારફતે મહીસાગરના એડી . સેસન્સ જજ સમક્ષ ક્રિમીનલ ઈન્કવાયરી દાખલ કરતાં કોર્ટે ઈન્કવાયરી કરાવતાં એડી સેસન્સ જજે લુણાવાડા દ્વારા આરોપીઓ સામે ગુનો નોધવાનો આદેશ કરવામાં આવ્યો હતો 15 જેટલા સામેલ બીડગાર્ડ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT