ચંદનજી ઠાકોર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ભાજપે કહ્યું કડક કાર્યવાહી થવી જોઇએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોતાના દમખમ સાથે કામે વળગી ગયા છે. હાલ એકબીજા પર પ્રહારો કરવામાં પણ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત નિવેદનથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ‘દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે’ તે અંગેના નિવેદનનો કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયા બાદ ખુદ સીએમ પોતે ટ્વીટ કરીને ઝાટકણી કાઢી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ મારફતે નિશાન સાધ્યું અને કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને શરમજનક ગણાવ્યા હતા. જે વીડિયો અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઇ હતી. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે. આ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને અપીલ પણ કરી છે.

કોંગ્રેસના સિદ્ધપુરના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો અંગે ચૂંટણી પંચમાં ફરીયાદ દાખલ થઇ છે. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે તે અંગેના નિવેદનને લઇને સવાલો ઊભા થયા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. હાર જોઇ ચુકેલ વિપક્ષ ફરી એકવાર લઘુમતી તુષ્ટિકરણ તરફ જતી હોવાના પણ ભૂપેન્દ્ર પટેલએ આક્ષેપ કર્યો છે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. બીજી એક સભામાં તેમણે નિવેદન આપતા જણાવ્યું કે, વિકાસના નામે ભાજપ વાળા મત લઇ ગયા બાદ કામગીરી ન કરીને દેશને ખાડામાં ધકેલી રહ્યા છે. આ દેશને માત્રને માત્ર લઘુમતી સમાજ જ બચાવી શકે છે. કોંગ્રેસ પક્ષ જ બચાવી શકે તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ધર્મના નામ સત્તાધારી પક્ષ પર આડેધડ પ્રહારો કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT