Gujarat Winter Update : ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, નલિયા 10.8 ડિગ્રી સાથે ઠંડુંગાર
Gujarat Winter Update : જમ્મુ કાશમીર સહિત દેશના ઉત્તરીય ભાગમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ભારતમાં જોરદાર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરપૂર્વીય ઠંડા…
ADVERTISEMENT
Gujarat Winter Update : જમ્મુ કાશમીર સહિત દેશના ઉત્તરીય ભાગમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ભારતમાં જોરદાર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરપૂર્વીય ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નલિયાનું લઘુતમ તાપમાન ઘટી 10.8 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. ડીસામાં 12.6, ભુજમાં 13.9, રાજકોટમાં 14.4, વડોદરામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તો રાજ્યના પાટનગરમાં 16 ડિગ્રી અને અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું.
શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી જોતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વહેલી સવારથી ઠંડા અને ડંખીલા પવન ફૂંકાઈ રહ્યા છે. બરફીલા પવનના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત રહેશે ત્યારબાદ ઠંડી વધી શકે છે.
ડિસેમ્બરના અંત સુધીમાં પડશે કડકડતી ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. તો 48 કલાક બાદ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે બીજા અર્થમાં ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યના લોકો કડકડતી ઠંડી અનુભવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT