ગુજરાતભરમાં ગુલાબી ઠંડીનો ચમકારો: 9.2 ડિગ્રીમાં નલિયાવાસી ઠુંઠવાયા, માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતામાં
ગુજરાતના માથે માવઠાની આફત જાણે કે સતત તોળાયેલી રહેશે તેવું લાગી રહ્યું છે. હવે આવતીકાલથી જ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર…
ADVERTISEMENT
ગુજરાતના માથે માવઠાની આફત જાણે કે સતત તોળાયેલી રહેશે તેવું લાગી રહ્યું છે. હવે આવતીકાલથી જ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી 12 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી માવઠું પડી શકે છે. હવામાન નિષ્માંતોની આગાહીથી જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે.
ઠંડા પવને લોકોને ફરી ધ્રુજાવી દીધા
એક બાજુ માવઠાની આગાહી કરવામાં આવી છે. તો બીજીબાજુ ગુજરાતમાં ઠંડી પણ બરાબર પડી રહી છે. રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે સવારે તો ફૂંકાતા ઠંડા પવને લોકોને ફરી ધ્રુજાવી દીધા હતા.
કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર
ગુજરાતના ઘણા શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેમાં આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. 9.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં નોંધાયું 18 ડિગ્રી તાપમાન
આ ઉપરાંત પોરબંદરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 17.4 ડિગ્રી અને અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
માવઠાની આગાહી
આપને જણાવી દઈએ કે, ગુજરાતના હવામાનને લઈને હવામાન શાસ્ત્રીનું કહેવું છે આવતીકાલે એટલે કે 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો 12થી 20 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT