VIDEO: કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસક્યું ઓપરેશન, મધદરિયે ડુબતી બોટમાંથી 13 લોકોને બચાવી લેવાયા
સુરત : ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનાં કારણે સ્થિતિ ખુબ જ વિકટ બની છે. અનેક સ્થળો પાણીમાં ડુબેલા છે. તંત્ર સ્ટેન્ડ ટુ છે અને…
ADVERTISEMENT
સુરત : ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનાં કારણે સ્થિતિ ખુબ જ વિકટ બની છે. અનેક સ્થળો પાણીમાં ડુબેલા છે. તંત્ર સ્ટેન્ડ ટુ છે અને જ્યાં પણ માહિતી મળે ત્યાંથી લોકોને રેસક્યું પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં દમણના દરિયામાં એક બોટ ફસાઇ હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા તત્કાલ રેસક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તુલસી દેવી નામની બોટ ડુબી રહ્યાના ઇનપુટ મળ્યાં
દમણ કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરિયામાં રહેલી તુલસી દેવી નામની બોટ ડુબી રહી હોવાનાં ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે બોટનું લોકેશન મેળવીને તેને બચાવવા માટે દમણ કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે ડુબી રહેલી બોટ તુલસી દેવીમાંથી 13 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા તત્કાલ એરઓપરેશન દ્વારા તમામ માછીમારોને બચાવી લેવાયા છે.
ADVERTISEMENT
IDE
દરિયો નહી ખેડવા માટે પહેલાથી જ માછીમારોને સુચના અપાઇ હતી
માછીમારોને કોસ્ટગાર્ડ બેઝ સ્ટેશન લાવીને સામાન્ય પુછપરછ અને હેલ્થચેકઅપ કરીને તેમને જવા માટેની પરવાનગી આપી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયો નહી ખેડવા માટેની સુચના પહેલાથીજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી ચુકી છે. હાલ ભારે વરસાદ અને લો પ્રેશરના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેથી મોટા ભાગના ગુજરાતના દરિયા કિનારે માછીમારોએ બોટ લાંગરી દીધેલી છે. તંત્રની સુચનાઓનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે.
(વિથ ઇનપુટ કૌશિક જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT