બાયડમાં CNG ગેસ સપ્લાય ટ્રક કાળ બની ફરી વળ્યો, 2 બાળકો સહિત 4 ના મોત
અરવલ્લી: રાજ્યમાં અકસ્માતોના બનાવો સતત બની રહ્યા છે. ત્યારે આજે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અરવલ્લી બાયડમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારવાની ઘટના…
ADVERTISEMENT
અરવલ્લી: રાજ્યમાં અકસ્માતોના બનાવો સતત બની રહ્યા છે. ત્યારે આજે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અરવલ્લી બાયડમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સવાર દંપતી અને બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા છે. એક સાથે ચાર લોકોના મોતને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
રાજ્યમાં રવિવાર આજે ગોઝારો બન્યો છે. ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાયડ પાસેના ગાબટ રોડ પર અકસ્માતમાં એક પરિવારનો માળો વિખેરાયો છે. એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માતને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે એક જ પરિવારના ચાર લોકોના મોતને લઈ પંથંકમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે
રવિવારની વહેલી સવારે બાયડ શહેરનો ગાબટ રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. વહેલી સવારે CNG સપ્લાય કરતા ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 2 બાળકો સહિત 4 લોકોના મોત નિપજ્યા હતાં. આ અંગેની જાણ થતાં બાયડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ મામલો પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ADVERTISEMENT
પરિવારનો માળો વિખેરી નાખ્યો
બાયડ શહેરમાં સીએનજી સપ્લાય GJ 01 CV 9102 નંબરની ટ્રકે બાઈકને GJ 09 CS 4621 નંબરની ટક્કર મારતા એક જ પરિવારનો માળો વિખેરી નાખતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાથમિક તારણમાં ટ્રક ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને લઈને માર્ગ પર તે બેફામ ચાલી રહી હતી.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT