અયોધ્યા શ્રી રામ મંદિરના દર્શન કર્યા બાદ CM ભુપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસની શરૂઆત કરશે

ADVERTISEMENT

CM Bhupendra Patel visit Ayodhya
CM Bhupendra Patel visit Ayodhya
social share
google news

નવી દિલ્હી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન અને સિંગાપુરના વિદેશ પ્રવાસે જવાના છે. વિદેશ પ્રવાસ જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી અયોધ્યાની મુલાકાતે જઇ રહ્યા છે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી રામ લલ્લાની પુજા કરશે. આ ઉપરાંત રામ મંદિર નિર્માણની મુલાકાત લેશે અને નિરિક્ષણ કરશે. યુપી સરકાર શાહનવાઝપુરમાં ગુજરાત ભવન માટે ફાળવવામાં આવેલી જગ્યાની પણ સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી જાપાન-સિંગાપુર જતા પહેલા શ્રીરામના શરણે

અત્રે ઉલ્લેખનીય છે કે, રામના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે નિકળશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશના પ્રવાસે જશે. જેમાં જાપાન અને સિંગાપુરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી પટેલ સાથે બે સિનિયર IAS અધિકારીઓ સહિત અધિકારીઓનું ડેલિગેશન પણ તેમની સાથે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ યાત્રાએ જશે અને તેઓ ગુજરાતના મુડીરોકાણને પણ પ્રોત્સાહિત કરશે.

27 નવેમ્બરે 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન-સિંગાપુર પ્રવાસે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપુરના પ્રવાસે જશે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઇલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CM ના અધિક મુખ્ય સચિવ-ACS પંકજ જોષી, ઉદ્યોગ-ખાણ વિભાગના ACS એસ.જે હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ઠ પ્રતિનિધી, દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નર આરતી કંવર, ઇન્ટેક્ષ્ટ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને CM ના અંગત મદદનીશ નીલ પટેલનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT