CM ભુપેન્દ્ર પટેલનો રાજ્ય જોગ સંદેશઃ Biparjoy વાવાઝોડાને લઈને જુઓ Video શું કહ્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોયનું જોખમ બેદરકારી દાખવી શકાય તેવું નથી. આ મામલે ખુદ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની ખુરશીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોયનું જોખમ બેદરકારી દાખવી શકાય તેવું નથી. આ મામલે ખુદ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની ખુરશીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને અપીલ કરતો એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે શું કહ્યું છે આવો તેમના જ શબ્દોથી સાંભળીએ.
અમરેલીમાં વાવાઝોડું, તોફાની વરસાદ બાદ હવે પુરનો ખતરો, નદીઓ બની ગાંડીતુર
બિપોરજોયની વધી રહી છે તાકાત
ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવો અંદાજ છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમા લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. જોકે આ વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT