ગુજરાતઃ મંત્રીમંડળ પછી ‘મુખ્ય દંડક’ અને ‘નાયબ દંડક’ નિમણૂક, જાણો કોને સોંપાશે જવાબદારી
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત સાથે આજે ભુપેન્દ્ર પટેલ સહિતના 17 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 16 નેતાઓને સ્થાન અપાયું છે.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત સાથે આજે ભુપેન્દ્ર પટેલ સહિતના 17 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 16 નેતાઓને સ્થાન અપાયું છે. તે ઉપરાંત આ કાર્યવાદી દરમિયાન વિધાનસભામાં મુખ્ય દંડક તથા ચાર નાયબ મુખ્ય દંડકની નિમણૂક કરવામાં આવશે. વિધાનસભામાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની નિમણૂક મુખ્ય દંડક તરીકે થશે.
નિમણૂકોની જોવાઈ રહી છે રાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી વિજય મેળવ્યા પછી વિવિધ પદો પરની જવાબદારીઓ વિવિધ નેતાઓને સોંપવા સહિત આગામી સમયમાં સરકારના પ્લાનીંગ પણ લગભગ નક્કી થઈ ચુક્યા છે. ગુજરાત ભાજપ દ્વારા પૂર્ણ બહુમત પછી સરકાર રચવાના દાવાથી લઈ શપથ લેવા સુધીની કામગીરીઓ કરી લેવાઈ છે. હવે આગામી સમયમાં ખાતાઓની ફાળવણી સહિત ઘણા કામો સરકારમાં થશે. હાલમાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની નિમણૂક મુખ્ય દંડક તરીકે થશે ત્યારે નાયબ દંડક તરીકે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી ઉપરાંત અમરેલીના કૌશીક વેકરીયાની નાયબ દંડક તરીકે નીમણૂંક થશે. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પણ નાયબ દંડક તરીતે નિમણૂક થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT