Gujarat ના CM ભૂપેન્દ્ર પટેલે મંત્રી મંડળ સાથે રામલલાના કર્યા દર્શન, દેશવાસીઓના સુખમય સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે.
ADVERTISEMENT
CM Bhupendra Patel visited ayodhya ram mandir: લોકસભા ચૂંટણી પહેલા દાદાની સરકારે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા. દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે. PM મોદીના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવી તે તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્દ્ર બન્યું છે.
મુખ્યમંત્રી સહીત આખા મંત્રી મંડળે કર્યા દર્શન
આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત ગુજરાતનું આખું મંત્રી મંડળ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સામાન્ય માણસની જેમ પેઓતાના ખર્ચે સૌએ અયોધ્યા રામ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા.
દેશવાસીઓના સુખમય સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના: ભુપેન્દ્ર પટેલ
રામમંદિરમાં દર્શન-પૂજનનો લાભ લીધા બાદ CMએ જણાવ્યું કે, પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રનો ઉદઘોષ છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે. મેં આજે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને PM મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT