SURAT માં રાષ્ટ્રીય રમતોત્સવની ક્લોઝીંગ સેરેમની, ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ રહ્યા હાજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : 36 મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં આયોજીત થયો હતો. આ કાર્યક્રમની ભવ્યાતિભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાંથી ખેલાડીઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. કાર્યક્રમના ઉદ્ધાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી થઇ હતી.

આજે તેની ક્લોઝીંગ સેરેમની પણ ભવ્ય રીતે ઉજવાઇ હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં માટે જ્યારે તેઓ સુરત એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને આવકાર્યા હતા.

જગદીપ ધનખડે આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સના સતત વધી રહેલા કલ્ચરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જે પ્રકારના કાર્યક્રમો અને જાગૃતિ સ્પોર્ટ બાબતે આવી રહી છે તે દેશ માટે ખુબ જ સારી બાબત છે. દેશના વડાપ્રધાન જે પ્રકારે સ્પોર્ટ્સને ઉત્તેજન આપી રહ્યા છે તે બાબત ખુબ જ સકારાત્મક છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT