મુખ્યમંત્રી કાર્યાલયમાં સફાઇ અભિયાન, આ કર્મચારીને કરવામાં આવ્યા ફરજમુક્ત
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વધુ એક અધિકારીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના OSD વી.ડી. વાઘેલાને ફરજ મુક્ત કરાયા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વધુ એક અધિકારીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના OSD વી.ડી. વાઘેલાને ફરજ મુક્ત કરાયા છે. હિતેશ પંડ્યા બાદ વી ડી વાઘેલાને મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરીથી મુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં MP-MLAની નારાજગી દૂર કરવા મુખ્યમંત્રી ઓફિસમાંથી વધુ એક અધિકારીની હક્કાલ પટ્ટી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાંઅગાઉ બે અધિકારીઓને ઓફિસ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ત્યારે હવે વધુ એક અધિકારીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કિરણ પટેલ સાથે સંકળાયેલા હિતેશ પંડ્યા બાદ એક અધિકારીને દૂર કરવામાં આવ્યા છે.
હિતેશ પંડયાએ આપી દીધું હતું રાજીનામું
ગુજરાતના મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા અમિત પંડ્યાના પિતા અને મુખ્યમંત્રી કચેરીમાં આસિસ્ટન્ટપીઆરઓ તરીકે વર્ષોથી ફરજ બજાવતા હિતેશ પંડયાએ રાજીનામું આપી દીધું હતું. જોકએ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ આઇએએસ ઓફિસરોની બદલીમાં મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) તરીકે ફરજ બજાવતા એનએન દવેની બદલી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું હતુ કે મુખ્યમંત્રી સાથે મુલાકાત ગોઠવવામાં તેમની સામે પાર્ટીના કેટલાક સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના નેતાઓ અને વીઆઇપી મુલાકાતીઓએ અનેક ફરિયાદી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: દૂધ બાદ સિંગતેલના ભાવે દઝાડયા, સતત ત્રીજા દિવસે પણ ભાવવધારો ઝીંકાયો
લોકસભાની ચૂંટણી પહેલા કેટલા જોશે બહારનો રસ્તો
ત્યારે હવે વધુ એક કર્મચારીને મુખ્યમંત્રી ઓફિસ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયના OSD વી.ડી. વાઘેલાને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે અનેક સવાલો ઉઠયા છે. મુખ્યમંત્રી ઓફિસમાં એક બાદ એક કર્મચારી પર તવાઈ આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે, આગામી ચૂંટણી પહેલા હજુ કેટલી વિકેટ ખડે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT