હવે વર્ગ-3 ની પરીક્ષામાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ હશે, 21 ભરતી પરીક્ષાઓની પદ્ધતીમાં ફેરફાર
ગાંધીનગર : રાજ્યમાં વર્ગ ત્રણની ભરતી માટે પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતીમાં લેવાશે. રાજ્યમાં વર્ગ-3 ની સરકારી ભરતી…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યમાં વર્ગ ત્રણની ભરતી માટે પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતીમાં લેવાશે. રાજ્યમાં વર્ગ-3 ની સરકારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અધિકારીક રીતે સામે આવી રહેલી વિગતો અનુસાર વર્ગ-3 ની ભરતીમાં સરકારે નિયમો બદલ્યા છે. જેના કારણે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે.
જુનિયર ક્લાર્ક સિવાયની તમામ પરીક્ષામાં મુખ્ય પરીક્ષા
હેડક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ સહસહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેથી વર્ગ-3 ની પરીક્ષા પણ બે તબક્કામાં આયોજીત થશે.
જાણો કઇ પદ્ધતીથી પરીક્ષાનું આયોજન થશે
જેમાં પ્રથમ પરીક્ષા MCQ આધારિત હશે ત્યાર બાદની પરીક્ષા મુખ્ય પરીક્ષા લેવાશે. પ્રથમ પરીક્ષા MCQ આધારિત હશે અને ત્યાર બાદની પરીક્ષા લેખીત સ્વરૂપે લેવાશે. જો કે જુનિયર ક્લાર્કની પરીક્ષાને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર MCQ આધારિત જ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT