Gandhinagar News : હાલમાં જ રેન્ક 1 સાથે ક્લાસ 2 અધિકારી બનેલા 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
Gandhinagar News : રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતાં જાય છે. તો એવામાં આજે હાલમાં જ GWSSB (Gujarat Water Supply and Sewerage Board)ની પરીક્ષામાં…
ADVERTISEMENT
Gandhinagar News : રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતાં જાય છે. તો એવામાં આજે હાલમાં જ GWSSB (Gujarat Water Supply and Sewerage Board)ની પરીક્ષામાં પાસ થઈ ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક પામેલા 29 વર્ષીય જયંત સોની નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. પરીક્ષા પાસ કરી અધિકારીક ટ્રેનિંગમાં ગયેલા આ યુવકનું સવારે લગભગ 11 વાગ્યા આસપાસ ફિલ્ડ પર જ હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું.
GWSSBની વર્ગ 2ની પરીક્ષા રેન્ક 1 મેળવી પાસ કરી હતી
મહત્વની વાત એવી છે કે, વર્ષ 2021-22માં લેવામાં આવેલી GWSSBની વર્ગ 2ની પરીક્ષા તેમણે રાજ્યમાં રેન્ક 1 મેળવી પાસ કરી હતી. તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને તેમણે પોતાનો અભ્યાસ ગાંધીનગર ખાતે કર્યો હતો.
ADVERTISEMENT
22 વર્ષના ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક
થોડા સમય પહેલા રાજકોટમાં સેટેલાઈટ ચોકમાં આવેલા ધારા એવન્યૂમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો તથા શાપર સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતો 22 વર્ષના ડો. અવિનાશ વૈષ્ણવ નામનો યુવકઘરમાં જ ઢળી પડ્યો હતો. નાઈટ ડ્યૂટી બાદ સવારે ઘરે આવીને ડો. અવિનાશ પોતાના રૂમમાં સૂઈ ગયા. સાંજે પિતાએ જગાડવાનો પ્રયાસ કરતા તેઓ બેભાન જણાયા. આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
સુરતમાં પણ બે લોકોના હાર્ટ એટેકથી મોત
સુરતમાં પણ આવી રીતે બે લોકોના હાર્ટ એટેકથી મોત થઈ ગયા. જેમાં પ્રથમ બનાવમાં વરાછાના ખોડિયાનગરમાં રહેતા 55 વર્ષના પ્રવિણ કુકડિયા ફર્નિચરની દુકાનમાં બેઠા હતા. ત્યારે જ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. જેથી પુત્ર તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યો પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો સુરતમાં જ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા શ્રીજીનગરમાં 45 વર્ષના રામઆશિષ નિશાદને વરાછા ક્રબસ્તાન ક્રોસ કરતા સમયે છાતીમાં દુઃખાવો શરૂ થયો અને બેભાન થઈ ગયા. જેથી તેમને 108માં સિવિલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT