નવસારીમાં ક્લાસ-1 અધિકારીને સરકારી પગાર પણ ઓછો પડ્યો! રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
નવસારી: રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. આવું જ કંઈક બન્યું છે નવસારી…
ADVERTISEMENT
નવસારી: રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. આવું જ કંઈક બન્યું છે નવસારી જિલ્લામાં. અહીં ઓઇલનો વેપાર કરતાં વેપારી પાસે જિલ્લા પુરવઠા અધિકારીએ રૂ.1 લાખની લાંચની (Bribe) માંગણી કરી હતી. વેપારીએ ACB નો સંપર્ક કરી છટકું ગોઠવતા આ લાંચિયા ક્લાસ-1 અધિકારીને એસીબીએ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી કાયદેસરના પગલાં લીધા છે.
ઓઇલ વેપારી પાસે માગ્યા હતા રૂ.1 લાખ
નવસારીમાં ઓઇલ વેપારી જે આ કેસમાં ફરીયાદી છે તેની ટાટા આઇસર ગાડી જેમાં લાઈટ ડીઝલ ઓઈલ ભરેલ હતુ. 8મી સપ્ટેમ્બરના રોજ ફરિયાદની ગાડીને પુરવઠા અધિકારીએ રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યા હતા. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી ત્યારબાદ આરોપી અધિકારીએ ફરીયાદી સાથે લાંચની વાતચીત કરી લાંચ પેટે રૂ. 1 લાખની માગણી કરી હતી.
ACBએ છટકું ગોઠવી અધિકારીને ઝડપી લીધા
વેપારીએ લાંચ ન આપવી હોવાથી આ અંગે ACBને જાણ કરી હતી. જેથી ACBની ટીમે છટકુ ગોઠવી નવસારી-ગણદેવી રોડ પર આવેલા ઇટાળવા ગામમાં આવેલા રાજહંસ થિયેટર પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, આરોપી અધિકારીએ લાંચના છટકા દરમિયાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયા હતા. જેથી ACBએ સમગ્ર મામલે આરોપી ક્લાસ-1 અધિકારીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: રોનક જાની)
ADVERTISEMENT
ADVERTISEMENT