Ahmedabad માં મારામારીઃ દાણીલીમડામાં જમીન મુદ્દે બે જૂથ આવી ગયા સામસામે, પોલીસ થઈ દોડતી
Ahmedabad Stone Pelting: અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલા પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં જમીનના વિવાદમાં બે જૂથો સામ સામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દાણીલીમડાની મોતી બેકરી પાસે જૂથ અથડામણ
બંને જૂથ વચ્ચે જમીનની અદાવતમાં ઘર્ષણ થયું
બંને જૂથો દ્વારા પથ્થરમારો થતા ચકચાર મચી ગઇ
Ahmedabad Stone Pelting: અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલા પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં જમીનના વિવાદમાં બે જૂથો સામ સામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું છે. હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
દાણીલીમડામાં જમીન વિવાદમાં જૂથ અથડામણ
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી મોતી બેકરી નજીક જમીનના વિવાદમાં બે જૂથો હોથિયારો સાથે આમને સામને આવી ગયા હતા. જમીન વિવાદમાં બંને જૂથો વચ્ચે મારામારીની સાથે પથ્થરમારો થતાં આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સાથે જ આ વિસ્તારમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગેની જાણ દાણીલીમડા પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ પોલીસે બંન્ને જૂથના લોકો સામે રાયોટિંગ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ બોપલમાં થયું હતું ફાયરિંગ
આપને જણાવી દઈએ કે, ત્રણ દિવસ અગાઉ જ અમદાવાર શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. બોપલના મોરી ગોલ્ડ સર્કલ નજીક કેટલાક શખ્સોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જેમાં બિલ્ડરે સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT