અમરેલી ભાજપમાં મોટો ડખોઃ ઉમેદવાર બદલવાની માંગને લઈને બે જૂથ વચ્ચે મારામારી, દિલ્હી સુધી પહોંચી વાત

ADVERTISEMENT

Amreli Lok Sabha Election
અમરેલી ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને

point

સાંસદ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે થઈ બબાલ

point

ઈજાગ્રસ્ત કાર્યકરોને હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાતા જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે અને ઉમેદવારોને બદલવાની માંગ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક ગણાતી અમરેલી બેઠક પર ભાજપે આ વખતે વર્તમાન સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમની જગ્યાએ ભરત સુતરીયાને ટિકિટ આપી છે. જેથી અમરેલી ભાજપમાં જૂથવાદ સર્જાયો છે. ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો ભરત સુતરીયાને બદલવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે આ મામલે ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. 

સાંસદ અને ધારાસભ્યનું જૂથ આવ્યું સામ સામે

સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના સમર્થકો વચ્ચે થઈ ગઈકાલે રાતે જોરદાર બબાલ થઈ હતી. સાંસદ અને ધારાસભ્યના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કેટલાક કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળાં હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. તો પોલીસનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ વાત  છેક દિલ્હી સુધી પહોંચી છે. તો ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ ચોખ્ખુ કહી દીધું છે કે જેને જે કરવું હોય એ કરે પણ ઉમેદવાર બદલવામાં આવશે નહીં. 

ભરત સુતરીયાને ટિકિટ અપાતા જૂથવાદ 

હકીકતમાં અમરેલી બેઠક પર ભરત સુતરીયાને ટિકિટ આપવામાં આવતા ભાજપમાં જૂથવાદ સર્જાયો છે. ભરત સુતરીયાને બદલવાની માંગ સાથે શહેરભરમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. આ અંગેની જાણ થતાં જ અમરેલીના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તાત્કાલિક અમરેલી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ભાજપના એક જૂથ દ્વારા ઉમેદવારને બદલવાની માંગ કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા

બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બઘડાટી બોલી હતી. ભાજપના ઉમેદવારને બદલવાની માંગ કરનારા કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાતે ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા હતા. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. જોત જોતામાં આ બોલાચાલી મારામારી પરિવર્તિત થઈ હતી. જેમાં કેટલાક ભાજપના કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલું 

તો આ અંગેની જાણ થતાં જ ભાજપના કાર્યકરોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તો પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હાલ ભાજપના બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલું છે. 

ADVERTISEMENT

ઈનપુટઃ ફારૂક કાદરી, અમરેલી 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT