ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયત

ADVERTISEMENT

Gandhinagar News
ગાંધીનગરમાં મહાઆંદોલન
social share
google news

Gandhinagar News: ગુજરાતમાં TET-TAT (ટેટ-ટાટ) પાસ ઉમેદવારોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સરકાર સામે મહાઆંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે. આજે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા માટે  ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાંતી પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.  

ગાંધીનગરમાં આજે મહાઆંદોલન

આંદોલનના ભાગરૂપે આજે વડગામના ધારાસભ્ય  જીગ્નેશ મેવાણી  અને મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પથીકાશ્રમ એસ.ટી ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા હતા અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ 'ગુજરાત સરકાર હાય હાય'ના નારા લગાવ્યા હતા.

ADVERTISEMENT

...તો અમે અમદાવાદમાં કાઢીશું આક્રોશ રેલીઃ જીગ્નેશ મેવાણી

આ દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે'

પોલીસે કરી ઉમેદવારોની અટકાયત

જોકે, ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરતા પોલીસની ટીમ દોડી આવી હતી અને આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત અન્ય કેટલાયની અટકાયત કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

ADVERTISEMENT

 

ઈનપુટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
 

    follow whatsapp

    ADVERTISEMENT