MS યુનિવર્સિટીમાં દંગલ ફિલ્મ જેવા દ્રશ્યો, વિદ્યાર્થીઓ-વિજિલન્સ ટીમે એકબીજાને ધક્કા મારી મારી નીચે પાડ્યા
દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં આવેલા ફેકલ્ટી ઓફ ઓર્ટ્સના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે છુટ્ટાહાથની મારામારી…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં આવેલા ફેકલ્ટી ઓફ ઓર્ટ્સના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને ધક્કામુક્કી થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.
શું હતી વિદ્યાર્થીઓની માંગ
હકીકતમાં આર્ટ્સ ફેકલ્ટીમાં આવેલા જર્મન વિભાગમાં ઘણા વર્ષોથી પ્રોફેસરની અછત છે. 6 વિષયો વચ્ચે એક જ પ્રોફેસર હોવાથી વિદ્યાર્થીઓની માગણી હતી કે ફેકલ્ટીની ભરતી કરવામાં આવે. જોકે પોતાની માગણી લઈને આજે વિદ્યાર્થીઓ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ પહોંચ્યા હતા.
વિભાગને તાળાબંધી કરાતા મામલો બિચક્યો
બીજી તરફ વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવવા માટે ત્યાંથી ડિપાર્ટમેન્ટ ઓફ જર્મન ખાતે પહોંચ્યા હતા ત્યાં વિભાગના એકમાત્ર પ્રોફેસર હાજર હતા. જેથી વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટને તાળાબંધી કરીને પ્રોફેસરને અંદર જતા રોક્યા હતા. જેથી વિજિલન્ટની ટીમ ત્યાં દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિદ્યાર્થીઓ મ માનતા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં વિજિલન્સની ટીમે વિદ્યાર્થીઓને ધક્કા મારી ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા તેમણે પણ વિજિલન્સના કર્મચારીઓને ધક્કામારીને નીચે પાડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT