જમાલપુર નજીક ચાલીમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, ત્રણ કિન્નરોની અટકાયત
ગોપી ઘાંઘર, અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીરબાઇ ધોબીની ચાલી સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર માથાકૂટની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર, અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીરબાઇ ધોબીની ચાલી સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર માથાકૂટની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં તોડફોડ આગચંપી તેમજ વાહનો સળગાવામાં આવ્યા હતા. જેના પગલે વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. આગની ઘટનાન પગલે સ્થાનિકોએ અને ફાયર વિભાગના જાણ કરતા ફાયર વિભાગની ૪ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાગડાપીઠ સહિત દાણીલીમડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ જમાલપુરની પિરબાઈ ધોનીની ચાલીમાં રહેતા કિન્નરોનો અને સ્થાનિકો વચ્ચે કોઈ અગમ્યકારણોસર માથાકૂટ થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કિન્નરોના ઘરમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. તેમજ તેમના વાહનો પણ સળગાવી નાખ્યા હતા.
લોકોને કરવામાં આવી અપીલ
ઘટનાને પગલે લોકો પોલીસ જાણ કરતા પોલીસના ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ આરજકાતા ફેલાવનાર કિન્નરો ની અટકાયત કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલ વિસ્તારમાં કોઈ અશાંતિના ફેલાય તે માટે પોલીસ દ્વારા શાંતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ લોકોને અફવા થી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે
ADVERTISEMENT
સ્થાનિકોએ કિન્નરો પર લગાવ્યો અઅ આરોપ
પીરબાઈ ગોબીની ચાલીમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અને અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝગડો કરતા હોવાનું સામે આવ્યું છે. આ આગઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમવતા હોવાનુ આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે .ઝોન 6 DCP અશોક મુનીયા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કિન્નર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી જેમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો સ્થિતિને કાબુમાં લઈ ત્રણ જેટલા કિન્નરોની અટકાયત કરવામાં આવી છે. આગળ હાલ કાર્યવાહી ચાલી રહી છે.
ADVERTISEMENT