પોલીસ કર્મીઓને હાશકારો: PSI-PI ની બદલીના પરિપત્ર મામલે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો

ADVERTISEMENT

Police Transfer
Police Transfer
social share
google news

Police Transfer Gujarat: થોડા સમય પહેલા ગૃહ વિભાગના નામે પોલીસના બદલીના નિયમો બદલાયા તેવો પરિપત્ર વાયરલ થઈ હતો. તે મુદ્દે ડીજીપી વિકાસ સહાયએ મોટી સ્પષ્ટતા આપી છે.  પીએસઆઈ અને પીઆઇની બદલી મામલે પરિપત્ર વાઇરલ થયો હતો, વાઇરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા આપી છે કે આવો કોઈ પરિપત્ર જ નથી. 

ડીજીપી વિકાસ સહાયની સ્પષ્ટતા

અગાઉ વાયરલ થયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઇ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહિ. તેના પર હાલ ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે અને તેવો કોઈ પરિપત્ર જ નથી તેવી માહિતી આપી છે.  

આવો કોઈ પરિપત્ર નથી: ડીજીપી

233 PSI ને પ્રમોશન

થોડા વિવાસો પહેલા ગૃહ વિભાગ દ્વારા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓ સામેલ છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થયો હતો. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT