SURAT માં સિટી બસ નીચે કચડાઇ જતા મોત, ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત્ત રાત્રે ધોરણ 12 નો વિદ્યાર્થી બસમાં ચડી રહ્યો હતો ત્યારે પટકાયો હતો. બસ ચાલકે બેદરકારી પુર્વક તેની ઉપરથી જ…
ADVERTISEMENT
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત્ત રાત્રે ધોરણ 12 નો વિદ્યાર્થી બસમાં ચડી રહ્યો હતો ત્યારે પટકાયો હતો. બસ ચાલકે બેદરકારી પુર્વક તેની ઉપરથી જ ગાડી ચલાવી હતી. જેથી ગંભીર સ્થિતિમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે આજે યુવકનું મોત નિપજ્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. બસ ચાલક લોકોનો રોષ જોઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો શાંત પાડ્યો છે.
બસના ડ્રાઇવરે ગફલતભરી રીતે બસ હંકારી દીધી
સુરતના પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે ધોરણ 12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિનશ મોર્ય ટ્યુશનથી પોતાના ઘરે પરત ફરવા માટે કોર્પોરેશનની સરકારી બસની રાહ જોઇ રહ્યો હતો. સિટી બસ આવતા તે બસમાં ચડી ગયો હતો. પગ લપસી જતા તે નીચે પટકાયો હતો. જો કે બસ ડ્રાઇવરે કંઇ પણ જોયા વગર બસને દોડાવી મુકી હતી. જેના કારણે બસનું ટાયર ચડી જવાના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ થયો હતો.
ગંભીર સ્થિતિમાં યુવકની એક દિવસ સારવાર ચાલી
ખુબ જ ગંભીર સ્થિતિમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે 1 દિવસ સુધી ડોક્ટર્સ દ્વારા લાંબી મહેનત બાદ યુવક મોત સામેની પોતાની જંગ હારી ગયો હતો. નીચે પટકાયેલા વિનસનો પગ પરથી ગાડી ચાલી ગઇ હતી. ઘટના બાદ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. રોષે ભરાયેલા લોકો દ્વારા બસમાં તોડફોડ કરવામાં આવી હતી. લોકોના ગુસ્સો જોઇને બસ ડ્રાઇવર બસ મુકીને ફરાર થઇ ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT