Parliament Security Breach: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, CISFને સોંપાઈ સંસદની સુરક્ષાની જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament Security Breach: સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી હવે CISFને સોંપવામાં આવી છે. આ પહેલા દિલ્હી પોલીસ આ જવાબદારી સંભાળતી હતી. તમને જણાવી દઈએ કે, 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષી પાર્ટીઓ પણ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં આવીને સુરક્ષામાં ચૂક મામલે નિવેદન આપવું જોઈએ.

સંસદ ભવન પિરસરનો સર્વે કરશે CISF

તમને જણાવી દઈએ કે સંસદની સુરક્ષાની જવાબદારી CISFને આપવાનો નિર્ણય તપાસ સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. સુરક્ષાની જવાબદારી લેતા પહેલા CISF સંસદ ભવન પિરસરનો સર્વે પણ કરશે. ગૃહ મંત્રાલયે CISFને સંસદ ભવન સંકુલનો સર્વે કરવા કહ્યું છે.

તમામ 6 આરોપીઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, સંસદની સુરક્ષામાં ચૂકના કેસમાં પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, લલિત ઝા માસ્ટરમાઈન્ડ હતો. તેણે તેના તમામ સાથીદારો સાથે મળીને સંસદની અંદર અને બહાર હોબાળો મચાવવાનો અને સૌનું ધ્યાન ખેંચવાનો પ્લાન બનાવ્યો હતો.

ADVERTISEMENT

PM મોદીએ પણ આ ઘટનાની કરી ટીકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંસદની સુરક્ષામાં ચૂક (Parliament Security Breach)ની ઘટનાને દુઃખદ ગણાવી હતી. પીએમ મોદીએ દૈનિક જાગરણ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ મામલે વાદ-વિવાદની કોઈ જરૂર નથી. ઘટના પાછળ કોનો હાથ છે? તેનો ઈરાદો જાણવો ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમણે કલમ 370 અંગે કહ્યું કે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370ને પાછી લાવી શકે નહીં.

ઘટના ચિંતાજનક: PM

સંસદની સુરક્ષામાં ચૂકના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, આ ઘટના દુઃખદ છે, કારણ કે આવી ઘટના આપણા દેશની છબીને અસર કરે છે. સાથે જ આ ઘટના ચિંતાજનક પણ છે. ઘટનાના ઊંડાણમાં જવું જરૂરી છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે? આરોપીઓનો ઈરાદો શું છે? આ પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT