અધિકારીઓ માટે પરિપત્ર! MP, MLA નો કોલ નહી ઉપાડે તો આવી બની સમજો
ગાંધીનગર : ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલતું હોવાની ફરિયાદ લાંબા સમયથી હતી. અધિકારીઓ ધારાસભ્યો કે સાંસદોનું સાંભળતા નહી હોવાની ફરિયાદનું નિવારણ…
ADVERTISEMENT
ગાંધીનગર : ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલતું હોવાની ફરિયાદ લાંબા સમયથી હતી. અધિકારીઓ ધારાસભ્યો કે સાંસદોનું સાંભળતા નહી હોવાની ફરિયાદનું નિવારણ કરવા માટે આખરે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડવો પડ્યો છે. પરિપત્રમાં અધિકારીક રીતે સાંસદ અને ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મદદ કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. જેથી પોતે જનપ્રતિનિધિ તરીકેની પોતાની સંવૈધાનિક ભુમિકા અદા કરી શકે.
અધિકારીઓની તુમાખીથી કંટાળ્યા હતા રાજકારણીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીરાજ એટલી હદે વધી ગયું હતું કે જેના પરિણામ સ્વરૂપે આ પરિપત્ર બહાર પાડવાની ફરજ સરકારને પડી હતી. ધારાસભ્યો અને સાંસદોની લાંબા સમયથી ફરિયાદ હતી કે, અધિકારીઓ તેમનું કહ્યું માનતા નથી. જેના કારણે જનસમર્થન અને લોકોનાં મુદ્દાઓના કામ પડ્યા રહેતા હતા.
સરકારે આખરે અધિકારીક રીતે પરિપત્ર બહાર પાડવો પડ્યો
સરકારે પોતાના સામાન્ય પ્રશાસન વિભાગ (GAD) ના માધ્યમથી અધિકારીઓને સાંસદો અને ધારાસભ્યો અને અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓના ફોન નંબર સેવ કરવા અને તેમના કામ કરવા ઉપરાંત તેમના ફોન ઉપાડવા માટેના નિર્દેશ પણ આપવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સામાં અધિકારીઓ ફોન પણ નહી ઉપાડતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
ADVERTISEMENT
અધિકારી કોઇ મીટિંગમાં હોય તો બહાર આવીને પહેલો કોલ કરે
સરકારે નિર્દેશ આપ્યા છે કે, જનપ્રતિનિધિ જો તેમનો સંપર્ક કરે અને અધિકારીઓ કોઇ મીટિંગ કે અન્ય કામમાં વ્યસ્ત હોય તો તેઓ ત્યાર બાદ તે જનપ્રતિનિધીનો સંપર્ક કરે અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરે. જનપ્રતિનિધી દ્વારા ઉઠાવાતા મુદ્દાનો ત્વરિત નિકાલ પણ કરવાનો પ્રયાસ કરે છે.
પીએને મિસકોલની યાદી બનાવી અધિકારી આવે ત્યારે કોલની યાદી આપવા નિર્દેશ
સરકારે આગળ નિર્દેશ આપ્યો કે, જ્યારે જનપ્રતિનિધિ પોતાના કાર્યાલયના નંબર પર સરકારી અધિકારીઓના અંગત સચિવ અથવા પીએ દ્વારા આ નંબર નોટ કરવામાં આવવો જોઇએ. જ્યારે અધિકારી ઓફીસમાં પરત ફરે ત્યારે તેને જવાબ આપવા માટે આવેલા કોલની યાદી આપવી પડશે. અધિકારીએ આવેલા કોલનો જવાબ પણ આપવો પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT