ઉનાળુ વેકેશનમાં બાળક રહેશે મોબાઈલથી દૂર, નવસારીની લાઇબ્રેરી એ કર્યું ખાસ આયોજન
નવસારી: એક પુસ્તક માણસનું જીવન ઘડતરમાં પાયાનો ભાગ ભજવે છે. વાંચનએ જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ દરમિયાન મોબાઈલ આવતા જ વાંચનનું પ્રમાણ ઘટી રહ્યું…
ADVERTISEMENT
નવસારી: એક પુસ્તક માણસનું જીવન ઘડતરમાં પાયાનો ભાગ ભજવે છે. વાંચનએ જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ દરમિયાન મોબાઈલ આવતા જ વાંચનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે બાળકોને વાંચન તરફ આગળ લઈ જવા અને વાંચનમાં રુચિ દાખવવા માટે વેકેશન દરમિયાન સયાજી વૈભવ લાઇબ્રેરીએ ‘વાંચે ગુજરાત’ નું આયોજન કરવામાં આવ્યું છે.
‘વાંચે ગુજરાત’નું ઉદ્દગમ સ્થાન નવસારીને કહેવામાં આવે છે. ભૂતકાળમાં નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં વાંચન પ્રવૃતિ સફળતાપૂર્વક આગળ વધારાઈ તેનાથી પ્રભાવિત થઈ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારે ફરી એકવાર સયાજી વૈભવ લાઇબ્રેરીએ વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં વિશેષ આયોજન કર્યું છે.
બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર કરવા વાલીઓ માથામણ કરી રહ્યા છે. ઉનાળુ વેકેશનનો બાળકો સદઉપયોગ કરે અને વાંચન તરફ આગળ વધી અને પોતાના જ્ઞાનમાં વધારો કરે તે હરતું થી નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા સવા મહિનો સુધી વેકેશન વાચનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે આ સાથે વિષય નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્શે . જેને લઈ ને બાળકો પોતાની સ્કિલમાં વધારો કરી શકે.
ADVERTISEMENT
15 વર્ષથી થઈ રહ્યું છે આયોજન
નવસારીની 125 વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય બાળકોને લઈ સતત એકટિવ જોવા મળે છે. છેલ્લા 15વર્ષ વેકેશન વાંચનોત્સવ વિદ્યાર્થીઓને મામાના ઘરે જવાને બદલે લાઇબ્રેરીમાં આવવા માટે આકર્ષી રહ્યો છે. બાળકોને વાંચનમાં રસ જળવાઈ રહે અને વાંચન તરફ આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવસારીમાં વેકેશન વાંચનોત્સવ, 4 જૂન સુધી ચાલશે.
બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવશે
‘ચાલો વાંચીએ’ ‘ચાલો લાઇબ્રેરી ‘માં થીમ થકી બાળકોને લાયબ્રેરીમાં આવવા માટે આકર્ષિત કરે છે. બાળકો 5 પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીને પુરસ્કાર રૂપે 1 નોટબુક અપાશે, 1 વિદ્યાર્થી વધુમાં વધુ જ્ઞાન મેળવી 10 નોટબુક પુરસ્કાર રૂપે મેળવી શકશે. આ સાથે જ બાળકોને વાંચન સાથે વિવિધ તર્કની રમતો, વાર્તા કથન, કાવ્ય પઠન, સંસ્કાર આપતી ફિલ્મો, વારલી કલા પેન્ટિંગ, ઓરીગામી આર્ટ, વાર્તા લેખન, EQ વિકાસ જેવા વર્કશોપ સાથે કિશોર વયની વિદ્યાર્થીનીઓ માટે મુગ્ધાવસ્થાની સમસ્યા ઉપર સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બાળકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી શકે. વાંચે ગુજરાત માટે સવારે 10 થી સાંજ સુધી લાઇબ્રેરીમાં રહી શકે એવું વિશેષ આયોજન પુસ્તકાલય દ્વારા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT