દાહોદઃ બાળ મજૂરી કરતા નેપાળના બાળકનું પરિવાર સાથે મિલન, સર્જાયા ભાવુંક દ્રશ્યો
શાર્દૂલ ગજ્જર.દાહોદઃ દાહોદની એક હોટલમાં બાળ મજુરી કરી રહેલા નેપાળના એક માસુમ બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા છોડાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમણે પરિવારનો…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.દાહોદઃ દાહોદની એક હોટલમાં બાળ મજુરી કરી રહેલા નેપાળના એક માસુમ બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા છોડાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમણે પરિવારનો સંપર્ક કરીને તેનું મિલન પરિવાર સાથે કરાવ્યું હતું. નેપાળથી તેમનો પરિવાર જ્યારે મળ્યો અને તેઓને અહીં પોતાનું સંતાન હોવાની જાણકારી મળી ત્યારથી તેઓ એક બીજાને મળવા આતુર હતા. આખરે જ્યારે પરિવાર એક થયો ત્યારે ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા.
‘બિપોરજોય’ MLAએ દરિયો પુજ્યો, જાણો ગુજરાતમાં ક્યાં શું થઈ રહ્યું છે.
ચિલ્ડ્રન હોમમાં મુકી પરિવારની કરાઈ શોધખોળ
દાહોદની એક હોટલમાંથી ટાસ્ક ફોર્સ દ્વારા બાળ મજૂરી હેઠળ પકડાયેલા નેપાળના એક ખૂબ જ માસૂમ બાળકને બાદમાં બાળ કલ્યાણ સમિતિ દાહોદને સોંપવામાં આવ્યો હતો. બાદમાં CWCના અધ્યક્ષ નરેન્દ્ર સોનીના આદેશથી તેને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવ્યો હતો. તેના પરિવારને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે તેની માતા તેના પુત્રને લેવા નેપાળથી આવી હતી. ખૂબ જ આનંદ સાથે તેને પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તે અમારા બાળકોના ગૃહમાં અમારી સાથે રહ્યો, આજે જ્યારે તે વિદાય લઈ રહ્યો હતો ત્યારે બધાએ તેમને ભાવુક થઈને વિદાય આપી.
ADVERTISEMENT
ADVERTISEMENT